• Gujarati News
  • એસજી હાઈવે પર ચાલતાં સેક્સ રેકેટનો પર્દાફાશ

એસજી હાઈવે પર ચાલતાં સેક્સ રેકેટનો પર્દાફાશ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
સેટેલાઈટમાં સેલ્સ ઈન્ડિયાની બાજુની ગલીમાં આવેલા કૈશેલા ટાવરના એ/પ નંબરના મકાનમાં દેહવ્યાપારનો ધંધો ચાલતો હોવાની બાતમી મહિ‌લા ક્રાઈમબ્રાંચના એસીપી ડો.કાનન દેસાઈને મળી હતી. જેના આધારે છટકું ગોઠવી ગતરાતે બોગસ ગ્રાહકને અહીં મોકલી આ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. મહિ‌લા ક્રાઈમ બ્રાન્ચની ટીમે રેડ કરી દેહવ્યાપારના ધંધામાં સંકળાયેલી ૨૧થી ૨પ વર્ષની ત્રણ યુવતીઓ અને આ રેકેટ ચલાવનાર મુખ્ય મહિ‌લા સૂત્રધારની ધરપકડ કરી હતી. દેહવ્યાપાર માટે મુંબઈ અને કલકત્તાથી યુવતીઓને અમદાવાદ લવાતી હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું.