• Gujarati News
  • ગુજરાતની ઇજનેરી કોલેજો માટે આજથી ફેકલ્ટી ડેવપલમેન્ટ પ્રોગ્રામનો પાયલોટ પ્રોજેકટ ((હેડીંગ))એન્જ

ગુજરાતની ઇજનેરી કોલેજો માટે આજથી ફેકલ્ટી ડેવપલમેન્ટ પ્રોગ્રામનો પાયલોટ પ્રોજેકટ ((હેડીંગ))એન્જીનીયરીંગ એજ્યુકેશનની ગુણવત્તામાં સુધારો કરવા આઇઆઇટી ગાંધીનગર-ઇન્સ્ટીટયુટ ઓફ ઇલેક્ટ્રીકલ એન્ડ ઇલેકટ્રોનીક્સ એન્જીનીય‌ર્સ- અમેરીકાએ હાથ મીલાવ્યા છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ, અમદાવાદ
ચાંદખેડામાં ન્યૂ સીજી રોડ પર આવેલી આઇઆઇટી ગાંધીનગર અને ઇિન્સ્ટટયૂટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેકટ્રોનિક્સ એન્જિનિય‌ર્સ- અમેરિકાએ હાથ મિલાવ્યા છે, જેના પગલે હવે સમગ્ર દેશમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના અધ્યાપકો માટે સંખ્યાબંધ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ હાથ ધરવામાં આવશે. ખાસ કરીને ગુજરાતમાં આવેલી એન્જિનિયરિંગ કોલેજો માટે તા.૧૩ નવેમ્બરથી તા.૧૭ નવેમ્બર સુધી ફેકલ્ટી ડેવપલમેન્ટ પ્રોગ્રામનો પાઇલટ પ્રોજેકટ હાથ ધરાશે.
આઇઆઇટી ગાંધીનગરના ડિરેકટર પ્રો.સુધીર જૈને જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્તરે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સનો અમલ કરતાં પહેલાં અમે ઇલેકટ્રીકલ એન્જિનિયરિંગના અધ્યાપકો માટે આ પાઇલટ
પ્રોજેકટ હાથ ધરવાનો નિર્ણય
કર્યો છે .