• Gujarati News
  • એજન્ટને રૂપિયા આપી વિદેશ ગયેલા શખ્સની ધરપકડ

એજન્ટને રૂપિયા આપી વિદેશ ગયેલા શખ્સની ધરપકડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
કબૂતરબાજી થકી વિદેશ ગયેલા શહેરના શખ્સને અમદાવાદ ઈમિગ્રેશન વિભાગે પાસપો‌ર્ટની એન્ટ્રી પરથી પકડી પાડતાં સરદારનગર પોલીસે તેમની ધરપકડ કરી હતી. સરદારનગર પોલીસના જણાવ્યા અનુસાર અલ્પેશભાઈ ચીમનલાલ પટેલ ૧૯૯પની સાલમાં એન.પી.પટેલ નામના ટ્રાવેલ એજન્ટના સંપર્કમાં આવ્યા હતા. આ ટ્રાવેલ એજન્ટને સાત લાખ આપીને અલ્પેશભાઈ ગેરકાયદે રીતે અમેરિકા પહોંચી ગયા હતા. ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચેલો શખ્સ રવિવારે મોડી રાત્રે ૨:૩૩ વાગે ઈત્તિયાદની ફ્લાઈટમાં અમેરિકાથી વાયા અર્બુદાથી અમદાવાદ પહોંચ્યો હતો. ઈમિગ્રેશન વિભાગે અલ્પેશભાઈનો પાસપો‌ર્ટ ચેક કરતાં તેમાં અમદાવાદથી અમેરિકા જવાની શરૂઆતની કોઈ એન્ટ્રી નોંધાયેલી ન હોવાથી તેની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં આરોપીએ કબૂતરબાજીથી વિદેશ ગયા હોવાનું બહાર આવ્યું હતું.