• Gujarati News
  • નારાયણ સાંઇ ભાગેડુ જાહેરૃચ્ ’

નારાયણ સાંઇ ભાગેડુ જાહેરૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દુષ્કર્મના કેસમાં એફઆઇઆર નોંધાયા બાદ સવા મહિ‌નાથી પોલીસને હાથ તાળી આપી રહેલાં નારાયણ સાંઇના કેસમાં આજે કો‌ર્ટ દ્વારા અગત્યનો નિર્ણય લેવાયો હતો. આજે કો‌ર્ટે સીઆરપીસી ૮૨ મુજબ નારાયણ સાંઇ ઉપરાંત અન્ય બે સાધકોને ભાગેડુ જાહેર કર્યા હતા. હવે ૩૦ દિવસના ગાળામાં જો ત્રણેય હાજર ન થાય તો પોલીસ તમામની મિલકત જપ્ત કરી શકશે. નોંધનીય છે કે દિવાળી અગાઉ તમામ સામે સીઆરપીસી ૭૦ મુજબ ધરપકડનું વોરન્ટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદથી એકેય આરોપી કો‌ર્ટ સમક્ષ હાજર રહ્યા નહતા. એટલે છેવટે આજે પોલીસે કો‌ર્ટમાં તમામને ભાગેડુ જાહેર કરવા અંગેની એફિડેવિટ કરવી પડી હતી.