• Gujarati News
  • જમનાના પુત્રનો પિતા છે સાંઇ

જમનાના પુત્રનો પિતા છે સાંઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉદેપુરથી ઝડપાયેલી નારાયણ સાંઇની સેવિકા ગંગા અને તેના પતિ પ્રમોદે એવો ઘટસ્ફોટ કર્યો છે કે નારાયણ સાંઇની સેવિકા તરીકે જ કામ કરતી ગંગાની બહેન જમનાના આઠ વર્ષના પુત્રનો બાપ ખરેખર નારાયણ સાંઇ જ છે. નારાયણ સાંઇએ તેના આશ્રમમમાં સંચાલિકા કે સેવિકા તરીકે રહેતી
મોટાભાગની યુવતીઓ સાથે દુરાચાર આચર્યો છે તેવા સુરત દુષ્કર્મ કેસની પીડિતાના નિવેદનને આ ઘટસ્ફોટથી સમર્થન મળ્યું છે. જોકે, પોલીસ હવે નારાયણ સાંઇ જયારે પણ ઝડપાશે ત્યારે તેના અને જમનાના પુત્રના ડીએનએની તપાસ કરાવશે. જમના પણ હજુ ફરાર જ છે. દુષ્કર્મ કેસના આરોપી નારાયણ સાંઇની મુખ્ય સાધિકાઓમાંની એક ગણાતી એવી ગંગાની ધરપકડ બાદ તેણે પોલીસ રિમાન્ડ દરમિયાન આ ચોંકાવનારો ઘટસ્ફોટ ... અનુસંધાન પાના નં. ૧૩
કર્યો હતો. તેણે પોલીસને જે માહિ‌તી આપી છે તે મુજબ, મોટો બહેન જમનાનો જે ૮ વર્ષનો દીકરો છે તે જમનાના પતિનો નહીં પણ નારાયણ સાંઇનો છે. ગંગાના પતિ પ્રમોદે પણ પોલીસ પુછપરછમાં ગંગાએ ઓપેલી માહિ‌તીને સમર્થન આપ્યું હતું. નારાયણ સાંઇ અને જમના પકડાશે ત્યારે જમના સાથેના તેના પુત્ર અને નારાયણ સાંઇનો ડીએનએ ટેસ્ટ કરીને આ વાત સાચી છે કે કેમ? તેની ચકાસણી કરવામાં આવશે. મૂળ વડોદરાના ભાયલીની વતની એવી ૩૭ વર્ષીય જમના ઉર્ફે ભાવના પટેલ ૧૭ વર્ષ પહેલા આસારામ આશ્રમમાં સેવા કરવા માટે આવી હતી. જ્યાં તે ધીરે ધીરે નારાયણ સાંઇની નજીક આવી ગઈ હતી. તેની સાથે નાની બહેન ગંગા પણ હતી. આ બંને બહેનો નારાયણ સાંઇની એટલી નજીક આવી ગઈ હતી તેમણે નારાયણ સાંઇએ પોતાની મુખ્ય સાધિકા બનાવી દીધી હતી. વર્ષ ૨૦૦૪માં જમનાને આવેલા ગાંભોઈ આશ્રમમાં રાખી હતી. જ્યાંનો હિ‌સાબ-કિતાબ સુરતની પીડિત યુવતી રાખતી હતી. જમના અને ગંગા વર્ષોથી અલગ અલગ યુવતીઓને નારાયણ સાંઇ પાસે લઈ જતી હતી. આ સિવાય કેટલીક વખત નારાયણ સાંઇ જમના સાથે પણ શરીર સંબંધ બાંધતો હતો. વર્ષ ૨૦૦પમાં જમનાએ એક પુત્રને જન્મ આપ્યો હતો. જમના પરિણીત હતી એટલે તેના બાળકના પિતૃત્વ અંગે ત્યારે કોઇએ સવાલ ઉઠાવ્યો ન હતો. ગંગા અને તેનો પતિ પ્રમોદ મિશ્રા હાલ પોલીસ રિમાન્ડ દરમિયાન એવી કબૂલાત કરી રહ્યા છે કે, જમનાનો જે પુત્ર છે તે નારાયણ સાંઇનો છે. નારાયણ સાંઇએ જમના સાથે શરીર સંબંધ બાંધ્યા હતા, જેના કારણે જમના ગર્ભવતી બની હતી પછી પુત્રને જન્મ આપ્યો હતો. નારાયણ સાંઇને ભાગેડું જાહેર કર્યા બાદ હવે તે પકડાશે ત્યારે તેનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે. આ સિવાય જમનાના પુત્રનો પણ ડીએનએ ટેસ્ટ કરી બંને પિતા-પુત્ર છે કે કેમ? તેની ચકાસણી કરાશે.


ફઞ્ચ્ૂઘ્ :
ટોપી : ગંગા અને તેના પતિ પ્રમોદની પૂછપરછમાં નારાયણ સાંઇની વધુ એક પાપલીલા ખૂલી, નારાયણની ધરપકડ બાદ તેનો ડીએનએ ટેસ્ટ કરાશે

ઢણ્ગ્ઞ્ર્‍ ઇગ્ધ્ :
નારાયણ સાંઇનો ડીએનએ ટેસ્ટ કરાશે
ગંગાની પૂછપરછમાં ઘણી નવી હકીકત બહાર આવી છે. નારાયણ સાંઇ પકડાશે ત્યારે તેનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે.
- રાકેશ અસ્થાના, પોલીસ કમિશનર, સુરત

ફઞ્ગ્ચ્ન્ ઇગ્ધ્ :
------------------બોક્સ--------------------
આ ઘટસ્ફોટ શું સુચવે છે ?
પોલીસ સમક્ષ જે પીડિતાએ ફરિયાદ કરી છે તેણે તેના એક નિવેદનમાં એવું કહ્યું છે કે, નારાયણ સાંઇ આશ્રમમાં રહેતી મોટાભાગની તમામ સાધિકાઓ સાથે શરીર સંબંધ બાંધતો હતો. ગંગાના નિવેદનને પગલે પીડિતાના આ નિવેદનને સમર્થન મળ્યું છે
------------------બોક્સ હવે શું --------------------
ડીએનએ ટેસ્ટ સાંયોગિક પુરાવો બનશે
નારાયણ સાંઇ અને જમનાના પુત્રનો ડીએનએ ટેસ્ટ સરખો આવે તો ખબર પડશે કે નારાયણ સાંઇએ જમના સાથે શરીર સંબંધ બાંધ્યા એટલે આ બાળકનો જન્મ થયો છે. ફરિયાદ કરનારી યુવતીનો જે આક્ષેપ છે તે આ રિપો‌ર્ટથી કો‌ર્ટમાં સાબિત કરી શકાશે. સાંયોગિક પુરાવા તરીકે પોલીસ માટે આ રિપો‌ર્ટ ખૂબ જ મહત્ત્વનો બની રહેશે.