• Gujarati News
  • મોદી હવામાં વાત કરે છે

મોદી હવામાં વાત કરે છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગૃહમંત્રી સુશિલ કુમાર શિંદેએ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર વળતોપ્રહાર કરીને જણાવ્યું હતું કે મોદી હવામાં વાત’ કરી રહ્યા છે. જો ઇન્ડિયન મુજાહિ‌દ્દીન અમારા કહેવા અનુસાર ચાલતું હોત તો દેશમાં ઘણાં તોફાનો થાત. ખબર નથી કે મોદીના મગજમાં આ વાત કેવી રીતે આવી? બહરાઇચ રેલીમાં મોદીએ જણાવ્યું હતું કે ઇન્ડિયન મુજાહિ‌દ્દીન અને સીબીઆઇ આગામી ચૂંટણીમાં મોરચો સંભાળશે. જેથી, કોંગ્રેસને બચાવી શકાય.


આ સંદર્ભે પૂછવામાં આવતાં શિંદેએ જણાવ્યું હતું કે નેતાઓએ આ પ્રકારના નિવેદનો સમજી વિચારીને કરવા જોઇએ. કોઇએ એવી વાત ન કરવી જોઇએ. જે કાયદાની મર્યાદામાં ન આવતી હોય. ગૃહમંત્રીએ મુઝફ્ફરનગરના તોફાન પીડિતોનો પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇ સંપર્ક કરી રહી હોવાના કોંગી ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના નિવેદન અંગે કાંઇ પણ કહેવાનો ઇનકાર કરી દીધો. તેમણે કહ્યું હતું કે હું પહેલાં પણ કહી ચૂકયો છું કે આ અધ્યાય બંધ થઇ ગયો છે. ગૃહ મંત્રાલયની દર મહિ‌ને યોજાતી પત્રકાર પરિષદમાં શિંદેએ જણાવ્યું હતું કે મોદી કોંગ્રેસ માટે કોઇ પડકાર નથી. અન્ય એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું હતું કે મોદીને એસપીજી((વિશેષ રક્ષણ દળ))સુરક્ષા આપવામાં આવશે નહીં. કાયદાકીય જોગવાઇ આમ કરવાની પરવાનગી આપતી નથી. તેઓને એનએસજીની સુરક્ષા આપવામાં આવી છે. જરૂરિયાત ઊભી થઇ તો તેની સંખ્યા વધારવામાં આવી શકે છે. મોદીને ઝેડ પ્લસ શ્રેણીની સુરક્ષા છે. એનએસજીના બાર કમાન્ડો તેઓને સુરક્ષા પૂરી પાડી શકે છે.