• Gujarati News
  • પેપ્સિકો ભારતમાં ~૩૩ હજાર કરોડનું રોકાણ કરશેૃચ્ ’

પેપ્સિકો ભારતમાં ~૩૩ હજાર કરોડનું રોકાણ કરશેૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીટીઆઇ . નવી દિલ્હી
ગ્લોબલ બેવરેજીસ અને સ્નેક્સ મેજર કંપની પેપ્સિકો વૈશ્વિક સ્તરે તેના વ્યાપારનો વ્યાપ વધારવા માટે ભારતમાં વર્ષ ૨૦૨૦ સુધીમાં રૂ.૩૩,૦૦૦ કરોડનું રોકાણ કરશે. કંપની દ્વારા આ અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ હશે. કંપનીએ વર્ષ ૧૯૮૯માં જ તેમના પ્રવેશ વખતે ૨ અબજ યુએસ ડોલરનું રોકાણ કર્યું હતું. કંપનીનો આ રોકાણ પાછળનો મુખ્ય હેતુ ઇનોવેશન, મેન્યુફેક્ચરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ટર અને ખેતી જેવા વિવિધ વ્યૂહાત્મક ક્ષેત્રે તેનો પાયો વધુ મજબૂત બને તેવો છે. કંપનીના ચેરમેન અને સીઇઓ ઇન્દ્રા નુયીએ કહ્યું હતું કે આ રોકાણમાં પીણાં અને ખાણીપીણી એમ બન્ને ક્ષેત્રોને મુખ્ય રીતે આવરી લેવાશે તેમજ આવતા ૭ વર્ષ સુધીમાં કંપની તેની વ્યાપારક્ષમતા બે ગણી વધારી દેશે. પેપ્સિકોએ આ જાહેરાત ત્યારે કરી હતી જ્યારે થોડાક સમય પહેલાં તેના હરીફ કોકાકોલાએ ભારતમાં પ અબજ યુએસ ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. પેપ્સિકો ભારતમાં અલગ અલગ સ્થળે ૪૨ જેટલા પ્લાન્ટ ધરાવે છે જેમાં ફ્રેન્ચાઇઝીનો પણ સમાવેશ થાય છે.