• Gujarati News
  • ઓઓ)): સીબીઆઈ ભાગ બે પીયૂષ

ઓઓ)):- સીબીઆઈ ભાગ બે પીયૂષ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તપાસ એજન્સીઓ કાર્યપાલિકાનો ભાગ છે
કાયદો અને વ્યવસ્થા કાર્યપાલિકાની જવાબદારી છે. તેના કારણે પોલીસ અને તપાસ એજન્સીઓનું કામ કાર્યપાલિકાના ભાગમાં આવે છે. તેઓ એડ્મિનિસ્ટ્રેશનની દેખરેખ હેઠળ કામ કરે છે. તેમને તપાસમાં પૂરી સ્વતંત્રતા છે. વરિષ્ઠ અધિકારીઓ સિવાય તેમના કામમાં કોઈ દખલગીરી નથી કરી શકતા. સ્વાયત્તતા પર ચર્ચામાં આ વાત પર ધ્યાન નથી અપાતુ એ વાત દુર્ભાગ્યપૂર્ણ છે. સ્વાયત્તતાની ચર્ચાએ રાજકીય રૂપ લીધું છે. નિરાશા એ વાતની છે કે, સંવેદનશીલ તપાસ મીડિયાની ટિપ્પણીઓનો વિષય બની ગઈ છે. કોઈપણ તપાસની વિશ્વસનિયતા માટે ગોપનિયતા જરૂરી છે. આ કારણે સીબીઆઈને આરટીઆઈ કાયદાથી બાકાત રાખવામાં આવી છે.
--------------
એજન્સી. નવી દિલ્હી
વડાપ્રધાન મનમોહનસિંઘે ઈશારામાં જ દેશની અગ્રણી તપાસ એજન્સી સીબીઆઈને મર્યાદામાં રહેવાની ટકોર કરી છે. તેમણે કહ્યું કે એજન્સી નીતિગત નિર્ણયોમાં ચૂકને અપરાધ ન માને’. તે સાથે જ તેમણે તેને સ્વાયત્તતા આપવાની માંગણી પર ફગાવી દીધી છે.
મનમોહનસિંઘે જણાવ્યું હતું કે સીબીઆઈ સહિ‌ત તમામ તપાસ એજન્સીઓ કાર્યપાલિકાનો હિ‌સ્સો છે. તેણે એડ્મિનિસ્ટ્રેશનની દેખરેખમાં જ કામ કરવું જોઈએ. કોલસા કૌભાંડમાં વડાપ્રધાન પોતે ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહ્યા છે. સીબીઆઈનો સરકાર દ્વારા દુરુપયોગ થતો હોવાનો વિપક્ષ દ્વારા વારંવાર આક્ષેપ કરવામાં આવે છે. સુપ્રીમ કો‌ર્ટે એજન્સીઓને સરકારનો પિંજરામાં પૂરેલો પોપટ’ ગણાવીને તેને મુક્ત કરવાની હિ‌માયત કરી હતી.
આ દરમિયાન વડાપ્રધાન પહેલી વખત સીબીઆઈ અંગે સ્પષ્ટ બોલ્યા છે. સીબીઆઈ દ્વારા આયોજિત એક આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ભ્રષ્ટચાર અને ગુનાઓ સામે લડવા માટે યોગ્ય રણનીતિ બનાવવી’ વિષય પર બોલતી વખતે ડો. મનમોહનસિંઘે કહ્યું હતું કે આર્થિ‌ક પ્રગતિ સાથે ભ્રષ્ટાચારની સંભાવના પણ વધી જાય છે. આવી સ્થિતિમાં ભ્રષ્ટાચારના મુદ્દાને સાચા દૃષ્ટિકોણથી જોવો જરૂરી છે. ’