• Gujarati News
  • વલ્લભધામ મણિનગર ખાતે ગોવર્ધન પૂજાનું આયોજન થયું

વલ્લભધામ મણિનગર ખાતે ગોવર્ધન પૂજાનું આયોજન થયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
જગદ્ગુરુ શ્રી વલ્લભાચાર્ય પીઠ વલ્લભધામ હવેલી મણિનગર ખાતે ગોવર્ધન પૂજા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં પીઠના ગોસ્વામી રાજેશકુમારજી, કુંજેશબાવાજી સહિ‌ત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ પ્રસંગે ગોવર્ધનનાથજીને ૧૦૧ પ્રકારના મિષ્ઠાન અને વ્યંજન ધરાવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં હજારો ભક્તો હાજર રહ્યા હતા.
ગોવર્ધન પૂજાનું પુષ્ટિમાર્ગમાં વિશેષ મહાતમ્ય છે. આ પ્રસંગે ગોવર્ધન પર્વતની પરિકમ્માનો ભાવ પણ ઉજાગર કરવામાં આવ્યો હતો. સૌ કોઇ ભાવિક ભક્તો દ્વારા આ પ્રસંગે સાક્ષાત ગોવર્ધન પર્વતની પરિકમ્મા કર્યાનો ભાવ આણીને આ પ્રકારની ધન્યતા પણ અનુભવવામાં આવી હોવાનું જોવા મળ્યું હતું.