• Gujarati News
  • એકતા દિવસે સમસ્ત લેઉવા પટેલ સમાજ દ્વારા મહાઆરતીનું આયોજન

એકતા દિવસે સમસ્ત લેઉવા પટેલ સમાજ દ્વારા મહાઆરતીનું આયોજન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
સમસ્ત લેઉવા પટેલ સમાજ દ્વારા કારતક સુદ આઠમના દિવસને એકતા દિવસ તરીકે ઊજવવામાં આવે છે. ત્યારે દેશભરમાં વસતા સમસ્ત લેઉવા પટેલ સમાજ દ્વારા આ દિવસે મહાઆરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમના ભાગરૂપે અમદાવાદમાં પણ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિકોલ ખાતે ખોડલધામ કાગવડના પ્રમુખ નરેશ પટેલની ઉપસ્થિતિમાં મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સમાજના ધારાસભ્યો, અગ્રણીઓ સહિ‌ત હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા તેમ સમાજના અગ્રણી નરસિંહ પટેલે એક યાદીમાં જણાવ્યું હતું.