• Gujarati News
  • સચિન માટે ૧પ૩’નું ખાસ મહત્ત્વટેસ્ટમાં ૧૬ હજાર રન તથા વાનખેડેમાં એક હજાર રન પૂરા કરવા ૧પ૩ રનની જર

સચિન માટે ૧પ૩’નું ખાસ મહત્ત્વટેસ્ટમાં ૧૬ હજાર રન તથા વાનખેડેમાં એક હજાર રન પૂરા કરવા ૧પ૩ રનની જરૂર, પિચ પરથી સચિનને કોઇ મદદ નહીં મળેસચિને એક વર્ષ પહેલાં નિવૃત્ત થવાની જરૂર હતી : ગાંગુલી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજન્સી . મુંબઇ
કારકિર્દીની ૧૯૯મી ટેસ્ટ મેચમાં માત્ર ૧૦ રન બનાવી શકનાર વિક્રમોનો બાદશાહ સચિન તેંડુલકર પોતાની ૨૦૦મી ટેસ્ટમાં સદી નોંધાવવાની સાથે ટેસ્ટ ક્રિકેટમાં ૧૬,૦૦૦ રન પૂરા કરી લેશે. તે અત્યાર સુધીની ૧૯૯ ટેસ્ટમાં ૧પ,૮૪૭ રન બનાવી ચૂક્યો છે. વાનખેડે સ્ટેડિયમમાં સચિન અત્યાર સુધીમાં ૮૪૭ રન બનાવી ચૂક્યો છે. હવે તેની પાસે પોતાના ગૃહનગરના મેદાન પર એક હજાર રન પૂરા કરવાની તક છે. જો તે કુલ ૧પ૩ રન બનાવશે તો તેના નામે વધુ બે સિદ્ધિઓ જોડાઇ જશે. સચિને વાનખેડેમાં રમેલી ૧૦ ટેસ્ટમાં ૪૭.૦પની સરેરાશથી ૮૪૭ રન બનાવ્યા છે જેમાં એક સદી તથા સાત અડધી સદીનો સમાવેશ થાય છે. આ મેદાન પર સર્વાધિક ૧૧૨૨ રનનો રેકો‌ર્ડ‌ લિટલ માસ્ટર સુનિલ ગાવસ્કરના નામે છે. અંતિમ ટેસ્ટમાં ૧પ૩ રન બનાવવામાં સચિન માટે આસાન રહેશે નહીં.
સચિને પોતાની છેલ્લી ટેસ્ટ સદી ૨૦૧૧ના જાન્યુઆરીમાં કેપટાઉન ખાતે સાઉથ આફ્રિકા સામે નોંધાવી હતી. વાનખેડે ખાતે સચિને એકમાત્ર સદી ૧૯૯૭ની ચોથી ડિસેમ્બરે શ્રીલંકા સામે ફટકારી હતી. વાનખેડેના પિચ ક્યૂરેટર સુધીર નાયક એવું પણ કહી ચૂક્યા છે કે સચિનને પિચ પરથી કોઇ મદદ મળશે નહીં. સચિને ચાલુ વર્ષની શરૂઆતમાં ચેન્નાઇમાં ઓસ્ટ્રેલિયા સામે ૮૧ રનની ઇનિંગ્સ રમી હતી.ત્યારબાદ તેણે અણનમ ૧૩, ૦૭, ૩પ, ૨૧, ૩૨, ૦૧ તથા ૧૦ રનની સામાન્ય ઇનિંગ્સ રમી હતી. સચિન ઇડન ગા‌ર્ડ‌ન્સમાં ૧૦ રન બનાવીને આઉટ થતાં તે આ ગ્રાઉન્ડમાં ૧૦૦૦ રન પૂરા કરવાથી વંચિત રહ્યો હતો. વાનખેડેમાં એક હજાર રન પૂરા કરવા માટે સચિનને ૧પ૩ રનની જરૂર છે. આ આંકડો તેને ૧૬ હજાર રન પૂરા કરવામાં પણ મદદરૂપ બનશે.