• Gujarati News
  • હવે પીએફમાં ભૂલો ઝડપથી સુધરશે

હવે પીએફમાં ભૂલો ઝડપથી સુધરશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
એમ્પ્લોઈઝ પ્રોવિડંટ ફંડ ઓર્ગેનાઈઝેશન ((ઇપીએફઓ)) દ્વારા લોકોની સુવિધા વધારવાના ભાગરૂપે તમામ કામગીરી ઓનલાઈન કરવામાં આવી રહી છે. જેના પગલે પ્રોવિડંટ ફંડ કાર્યાલયની કામગીરી ઝડપી થવાની સાથે તેમાં પારદર્શિ‌તા વધી રહી છે. ત્યારે ઇપીએફઓ દ્વારા કર્મચારીઓની સુવિધા માટે વધુ ત્રણ સોફ્ટવેર લોન્ચ કરવામાં આવ્યા છે.
આ અંગે પીએફ સૂત્રોના જણાવ્યા મુજબ વિવિધ કંપનીઓ અને સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓની સુવિધા માટે ઈપીએફઓ દ્વારા તબક્કાવાર તમામ કામગીરી ઓનલાઈન કરવામાં આવી રહી છે. જેના પગલે પીએફ એકાઉન્ટ ઓનલાઈન ટ્રાન્સફર કરવા માટે થોડા સમય પહેલાં ઓનલાઈન ટ્રાન્સફર ક્લેમ પો‌ર્ટલ((ઓટસીપી))ની લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે કર્મચારીઓને વધુ સુવિધા આપતા પ્રોવિડંટ ફંડ ઓફિસ દ્વારા વધુ ત્રણ સોફ્ટવેર લોન્ચ કરવામાં આવ્યા છે. પીએફ એકાઉન્ટ ધરાવતા કોઈ કર્મચારીના નામમાં કોઈ ભૂલ હોય તો અત્યાર સુધી તેને નામ સુધારવા માટે જૂની સિસ્ટમ મુજબ કામગીરી કરવી પડતી હતી પરંતુ હવે નવા સોફ્ટવેર મુજબ કોઈ પણ કર્મચારીના નામમાં રહેલી ભૂલ ઝડપથી સુધારી દેવામાં આવશે.
વધુમાં સૂત્રોના જણાવ્યા મુજબ અનેક કંપનીઓ પીએફનાં નાણાં કર્મચારીઓના પગારમાંથી કાપી લે છે અને તે સમયસર પીએફ ઓફિસમાં જમા કરાવતી નથી. ત્યારે આવી કંપનીઓ સામે પીએફ ઓફિસ દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે અને તેમની પાસેથી પેનલ્ટી અને વ્યાજ સહિ‌ત નાણાં વસૂલ કરવામાં આવે છે. આ કાર્યવાહી અત્યાર સુધી જુની સિસ્ટમ મુજબ કરવામાં આવતી હતી જેમાં સમય વધુ બગડતો હતો પરંતુ હવે પીએફ ઓફિસ દ્વારા લોન્ચ કરાયેલા નવા સોફ્ટવેર મુજબ ડિફોલ્ટ કંપનીઓ પાસેથી નાણાં વ્યાજ સહિ‌તના કેટલા નાણાં વસૂલ કરવાના છે તે ઝડપથી જાણી શકાશે. એજરીતે સપ્ટેમ્બરમાં લોન્ચ કરાયેલા એન્યુઅલ અપડેશન સોફ્ટવેરની મદદથી ૮.૨૧ કરોડ એકાઉન્ટ ઓક્ટોબર સુધીમાં અપડેટ કરાયા હતા.