• Gujarati News
  • ઓઓ)): વધતા ફુગાવા અને રૂપિયામાં ધોવાણને કારણે ભારતના ધનવાનોની સંપત્તિમાં ધોવાણ

ઓઓ)):- વધતા ફુગાવા અને રૂપિયામાં ધોવાણને કારણે ભારતના ધનવાનોની સંપત્તિમાં ધોવાણ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીટીઆઈ. નવી દિલ્હી
સતત વધતા ફુગાવા અને ડોલર સામે નબળા પડેલા રૂપિયાને કારણે ભારતના ૧૦૦ સૌથી ધનવાન લોકોની સંપત્તિમાં ધોવાણ થયું છે. જોકે તેમ છતાં ભારતીય શેરબજારમાં વૃદ્ધિ કરતાં તેમની સંપત્તિમાં વધુ વૃદ્ધિ જોવા મળી છે.
ફોબ્‌ર્સ ઈન્ડિયા’ની સૌથી ધનવાનોની તાજેતરની યાદી મુજબ ભારતના ટોચના ૧૦૦ ધનવાનોની સંપત્તિ ગયા વર્ષની સરખામણીમાં સાધારણ ત્રણ ટકા વધીને ૨પ૯ અબજ ડોલર થઈ છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં માર્કેટ કેપમાં છેલ્લાં પાંચ વર્ષમાં થયેલી વૃદ્ધિ કરતાં આ ધનવાનોની સંપત્તિમાં વધારે વૃદ્ધિ થઈ છે.
આ વર્ષની યાદીમાં કુલ ૬પ અબજોપતિ છે જે ગયા વર્ષની સરખામણીમાં ચાર વધુ છે. તેમાં નવા ૧પ અબજોપતિનાં નામ ઉમેરાયા છે. યાદીમાં ટોચના ક્રમે સતત છઠ્ઠા વર્ષે મુકેશ અંબાણી આવે છે, જેમની સંપત્તિ ૨૧ અબજ ડોલર છે. બીજા ક્રમે ૧૬ અબજ ડોલરની સંપત્તિ સાથે લક્ષ્મી નિવાસ મિત્તલ છે. ત્રીજા ક્રમે સન ફાર્માના દિલીપ સંઘવી છે, જેમની સંપત્તિ ૧૩.૯ અબજ ડોલર છે.
ફોબ્‌ર્સે આ યાદી પ્રસિદ્ધ કરતા કહ્યું છે કે ભારતીય અર્થતંત્ર અત્યારે નબળો વૃદ્ધિદર, વધુ ફુગાવો અને ડોલર સામે રૂપિયામાં ધોવાણને કારણે આ ધનવાનોની સંપત્તિમાં ધોવાણ થયું છે.
આ વખતે ઉમેરાયેલા નવા અબજોપતિઓમાં બહરીનમાં બિઝનેસ ધરાવતા સાઉદી કન્સ્ટ્રક્શન ગ્રૂપ નાસીર અલ હજરી ર્કોપના માલિક રવિ પિલ્લઈ((૧.૭ અબજ ડોલર)), અબુધાબી સ્થિત રિટેલ બિઝનેસ ગ્રૂપ લુલુના માલિક એ. યુસુફ અલી((૧.૬ અબજ ડોલર))નો સમાવેશ છે. આ બન્ને યાદીમાં અનુક્રમે ૩૪મા અને ૪૩મા ક્રમે છે. રવિ જયપુરિયા ૧.૩૬ અબજ ડોલરની સંપત્તિ સાથે ૪૭મા ક્રમે છે. નીરવ મોદી ૧.૦૧ અબજ ડોલરની સંપત્તિ સાથે ૬૪મા ક્રમ પર છે. અમિત જટિયા ૬૬.પ કરોડ ડોલરની સંપત્તિ સાથે ૯પમા ક્રમ પર અને અતુલ તથા સાગર ચોરડિયા ૬૩.પ અબજ ડોલરની સંપત્તિ સાથે ૧૦૦મા ક્રમ પર છે.
------------------
અમેરિકામાં ભણવા જતા ભારતીયોની સંખ્યા ૩.પ ટકા ઘટી
વોશિંગ્ટન. અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં વર્ષ ૨૦૧૨-૧૩માં ૩.પ ટકાનો ઘટાડો થયો છે. ડોલર સામે રૂપિયામાં મોટાપાયે ધોવાણને કારણે વિદેશમાં ભણવાનો ખર્ચ વધી જવાથી આમ થયું છે. ૨૦૧૨-૧૩માં ૯૬૭પ૪ ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકામાં ભણવા માટે પ્રવેશ લીધો છે. જોકે બીજી તરફ ચીનમાંથી અમેરિકા ભણવા જતા વિદ્યાર્થી‍ઓની સંખ્યા ૨૧ ટકા વધી ગઈ જેને કારણે અમેરિકામાં ભણવા જતા કુલ વિદેશીઓની સંખ્યા વિક્રમજનક ૮,૧૯,૬૪૪ થઈ ગઈ છે. ગયા વર્ષની સરખામણીમાં તે સાત ટકાનો વધારો દર્શાવે છે.