• Gujarati News
  • ઓઓ)): મૌલાના અબુલ કલામ આઝાદ પર વેબસાઈટ શરૂ કરવામાં આવી

ઓઓ)):- મૌલાના અબુલ કલામ આઝાદ પર વેબસાઈટ શરૂ કરવામાં આવી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીટીઆઈ. નવી દિલ્હી
સ્વાતંત્ર્ય સંગ્રામમાં અંગ્રેજો સામે લડનારા અને ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ આઝાદની ૧૨પમી જન્મતિથિ નિમિત્તે સરકાર દ્વારા તેમના જીવન પર આધારિત વેબસાઈટ શરૂ કરવામાં આવી છે.
લઘુમતી સમુદાયની બાબતોના મંત્રી કે. રહેમાનખાન દ્વારા લોન્ચ કરવામાં આવેલી મૌલાના આઝાદ હેરિટેજ ડોટ ઓઆરજી નામની આ વેબસાઈટ પર મૌલાના આઝાદની કેટલીક દુર્લભ તસવીરો, વીડિયો અને તેમના જીવન તેમજ કામગીરી વિશેની મહત્ત્વપૂર્ણ વિગતો ઉપલબ્ધ કરાવવામાં આવી છે. એક સ્વાતંત્ર્ય સેનાની, ઈસ્લામિક સ્કોલર અને પત્રકાર તરીકે તેમના જીવનના વિવિધ પાસાઓ આ વેબસાઈટ પર દર્શાવવામાં આવ્યા છે.
આયોજન પંચના સભ્ય અને આઝાદના આત્મકથાકાર સઈદા હામિદ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પબ્લિક ઈન્ફોર્મેશન અને ઈનોવેશન અંગે વડાપ્રધાનના સલાહકાર સામ પિત્રોડા, રાષ્ટ્રીય લઘુમતી પંચના ચેરમેન વજાહત હબિબુલ્લા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રાજ્યસભાના સભ્ય નઝમા હેપ્તુલ્લા સહિ‌ત અન્ય મહાનુભવો પણ અહીં આવ્યા હતા.