• Gujarati News
  • એનઆઈઓએસનું ભારતમાં પ્રથમ વખત ગુજરાતની જેલ સાથે જોડાણૃચ્ ’

એનઆઈઓએસનું ભારતમાં પ્રથમ વખત ગુજરાતની જેલ સાથે જોડાણૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
નેશનલ ઈન્સ્ટિ‌ટયૂટ ઓફ ઓપન સ્કૂલિંગે ((એનઆઈઓએસ)) ભારતમાં પ્રથમ વખત ગુજરાતની દસ જેલ સાથે જોડાણ કર્યુ છે. જેથી હવે અમદાવાદની સાબરમતી જેલ સહિ‌ત રાજ્યની ચાર મધ્યસ્થ જેલ ઉપરાંત છ જિલ્લા જેલમાં કારાવાસ ભોગવી રહેલા કેદીઓને વ્યવસાયી તાલીમ આપવામાં આવશે. ૧૮ પ્રકારના ર્કોસીસની કેદીઓને તાલીમ આપવામાં આવશે. પ્રત્યેક કો‌ર્સમાં એનઆઈઓએસ દ્વારા ૨પ બેઠકો ફાળવવામાં આવી છે. આ બેઠકો પર તાલીમ પામવા ઈચ્છુક કેદીઓના રજિસ્ટ્રેશનની કામગીરી આજે સોમવારથી શરૂ કરવામાં આવી છે.
ગુજરાતની જેલમાં અત્યારસુધી ઈગ્નુ, બાબા સાહેબ આંબેડકર, અન્નામલાઈ યુનિવર્સિ‌ટી દ્વારા કેદીઓને શિક્ષણ આપતા હતા. તદઉપરાંત નિરક્ષર કેદીઓને સાક્ષર બનાવવાનું કામ પણ સરકારી યોજના અનુસાર થતું હતું. કેદી સાક્ષર બને, શિક્ષણ મેળવે પણ જેલની બહાર જાય ત્યારે તેમની માટે રોજગારીનો યક્ષ પ્રશ્ન સર્જા‍તો હતો. ત્યારે કેદીઓને રોજગારી મળી રહે તે માટે હવે તેમને વ્યવસાયિક તાલીમ પણ આપવાનું કાર્ય શરૂ કરાયું છે. જેલના વડા પી.સી.ઠાકુરે જણાવ્યું હતું કે, રાજ્યની તમામ મુખ્ય જેલના કેદીઓને વ્યવસાયિક તાલીમ આપવામાં આવશે.