• Gujarati News
  • બુધવારે દેવઊઠી અગિયારસ, તુલસીવિવાહ

બુધવારે દેવઊઠી અગિયારસ, તુલસીવિવાહ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
બુધવાર કારતક સુદ અગિયારસના રોજ દેવ પ્રબોધિની એટલે કે દેવઊઠી એકાદશી ઊજવાશે. કેટલીક જગ્યાઓએ બુધવારને કારણે કારતક સુદ બારસને ગુરુવારે તુલસીવિવાહનું આયોજન કરવામાં આવ્યું છે. દેવઊઠી અગિયારસથી શુભ અને માંગલિક કાર્યોનો આરંભ થશે. આ સમય વિવાહ, જનોઇ, સગપણ, વાસ્તુપૂજન અને જમીન-મકાનની ખરીદી માટે ઉત્તમ ગણવામાં આવે છે. આ દિવસથી ચતુર્માસ પૂર્ણ થશે. સોલા ભાગવત વિદ્યાપીઠમાં બુધવારે સાંજે પથી ૭માં તુલસી વિવાહના દર્શન થશે. વસ્ત્રાપુર ખાતે આવેલી કલ્યાણ પુષ્ટિ હવેલીમાં બુધવારે કારતક સુદ અગિયાર તુલસીજીના વિવાહ ઠાકોરજી સાથે થશે અને સવારે ૧૦.૩૦થી ૧૧.૩૦ દરમિયાનમાં ઠાકોરજીને રાજભોગ ધરાવવામાં આવશે.