• Gujarati News
  • ઇંગ્લેન્ડની ટીમ બુŠી નથી : સ્વાન

ઇંગ્લેન્ડની ટીમ બુŠી નથી : સ્વાન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિડની : ઇંગ્લિશ ઓફ સ્પિનર ગ્રીમ સ્વાને જણાવ્યું હતું કે ઇંગ્લેન્ડની ટીમ એશિઝ ટ્રોફીનો બચાવ કરવા માટે વધારે પડતી બુŠી થઇ ગઇ નથી અને ટીમ પાસે યુવા તથા અનુભવનું મિશ્રણ છે જે અમારા માટે અમૂલ્ય બાબત છે. ઇંગ્લેન્ડની ટીમમાં લગભગ અડધા ખેલાડીઓ ૩૦ કરતા વધુ વયના છે. જેમાં ઇયાન બેલ ((૩૧)), જેમ્સ એન્ડરસન ((૩૧)), કેવિન પીટરસન ((૩૩)) તથા ગ્રીમ સ્વાન ((૩૪))નો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં પ૭ ટેસ્ટ મેચમાં ૨૪૮ વિકેટ ઝડપી ચૂકેલા સ્વાને ઉમેર્યું હતું કે ડેડ્સ આર્મી’ જેવું બિરુદ અમારી ટીમ માટે યોગ્ય નથી. અમારી ટીમમાં ખેલાડીઓની વય અંગે ચિંતા કરવી પડે તેવા કોઇ કારણો નથી. મને લાગે છે કે હું સૌથી વધારે વયનો ખેલાડી છું. સ્વાને જણાવ્યું હતું કે અમને તમામને સરહદ પર મોકલી દેવામાં આવ્યા હોય
તેવું નથી.