• Gujarati News
  • પદ્મસાગરસૂરીશ્વરજી અને વિમલસાગરજીની નિશ્રામાં મંત્ર સાધના

પદ્મસાગરસૂરીશ્વરજી અને વિમલસાગરજીની નિશ્રામાં મંત્ર સાધના

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.અમદાવા
અમદાવાદમાં રોજબરોજ મા-બાપને ઘરમાંથી બહાર કાઢી મૂકવાના કિસ્સા બહાર આવી રહ્યા છ તેવો જ એક કિસ્સો ઘટયો કે જેમાં પોતાજ પૌત્રએ બધી મિલકત પોતાના નામે કરી ૮પ વર્ષીય દાદીને ઘરમાંથી બીજી વખત અડધી રાતે કાઢી મૂક્યા હતા. જેને પગલે બાદમાં પોતાની દીકરીના ઘરે આશરો લેવો પડયો હતો. હવે તે ફરી વખત વૃદ્ધાશ્રમમાં રહેવા જવાનું વિચારી રહ્યા છે.
બાળપણથી જ પોતાના દીકરાના અવસાન બાદ પૂરીબેન પટેલ તેમના પતિએ ભેગા થઇને પોતાના પૌત્રને મોટો કર્યો હતો અને તેને પિતાની યાદ ન આવે તે રીતે ભણાવીને સારી નોકરીએ પણ લગાડયો હતો અને જ્યારે તેના લગ્ન પહેલાં જ ઓછા વ્યાજે લોન મળી રહે તેવું બહાનું કાઢીને પોતાની દાદી પાસેથી ઘર પોતાના નામે કરાવી દીધું હતું. દાદીએ પણ પોતાના દીકરાને જરૂરત છે તેમ માની તેના નામે મકાન કરી દીધું હતું. દીકરાના મેરેજ કરાવ્યા બાદ તેને અને તેની પત્નીએ દાદીને પરેશાન કરવાના શરૂ કરી દીધા. દાદી તમારી સાથે રહેવું નથી ફાવતું તેમ કહીને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. બાદમાં પૂરીબેન પોતાની દીકરીના ઘરે રહેવા માટે આવી ગયા. જ્યાં તેમની દીકરીએ પણ માંને દોઢ વર્ષ સુધી રહ્યા બાદમાં દીકરીને પણ ભારરૂપ ન થવું પડે તેમ વિચારીને જીવનસંધ્યા વૃદ્ધાશ્રમનો આશરો લીધો હતો.
જીવનસંધ્યામાં પૂરીબેન જાણે પોતાનું ઘર હોય તેમ બધાની સાથે હળીમળીને રહેતા હતા. ૨.પ વર્ષ તેમનો પૌત્ર એક પણ દિવસ મળવા આવતો ન હતો. પરંત છેલ્લા ૧પ દિવસ દાદીને રોજ મળવા આવીને તેમની માફી માંગીને વિશ્વાસ જીતી લીધો અને પોતાના ઘરે લઇ ગયા બાદ પૌત્ર અને તેની પત્નીએ દાદીને ખૂબ સારી રીતે રાખતા, મંદિરે લઇ જતા, નવા કપડાં લાવી આપતા. દાદી હવે તમારું મારા સિવાય કોઇ વારસદાર નથી અને જે છે બધું આપણું જ છે તેમ કહી બધી જ કરોડોની જમીન પોતાના નામે કરાવી લીધી. મિલકત મળતાં દાદી પ્રત્યે બદલાઇ ગયું.
જ્યારે આવી પરિસ્થિતિમાં દાદી એક વખત દીકરીના ઘરે જવા માટે પ૦ રૂપિયા માંગ્યા તો પૌત્રએ કહ્યું કે પૈસા તો કાંઇ ઝાડ પર ઊગે છે’. બાદમાં ત્રાસ આપી તે જ રાતે ૧૦ વાગે દાદીને ઘરમાંથી ફરી કાઢી મૂકી. કરોડોની સંપત્તિ લીધા બાદ પૌત્રએ કાઢતા એક પળનો પણ વિચાર કર્યો ન હતો.