• Gujarati News
  • બીઆરટીએસની ટક્કરથી પત્નીનું મોત, પતિ ઘાયલ

બીઆરટીએસની ટક્કરથી પત્નીનું મોત, પતિ ઘાયલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : આરટીઓ સર્કલ ખાતે સવારે પૂરપાટ દોડી રહેલી બીઆરટીએસની બસે બાઈક પર જઈ રહેલા દંપતીને રીતસર ઉડાડયા હતા. અમરાઈવાડીની મનુભાઈની ચાલીમાં રહેતા નરેન્દ્ર પરમાર સોમવારે સવારે દસ વાગ્યાના અરસામાં તેમની પત્ની હંસાબેન ((ઉં.૪પ )) સાથે બાઈક ઉપર આરટીઓ સર્કલનો યુ-ટર્ન લઈને જઈ રહ્યા હતા ત્યારે બીઆરટીએસ બસે બાઈકને પાછળથી ધડાકાભેર ટક્કર મારી હતી. જેને પગલે દંપતી રોડ પર ઢસડાઈ પડયા હતા.
ઘટનાસ્થળે જ હંસાબેન પરમારનું મૃત્યુ થયું હતું. જ્યારે નરેન્દ્રભાઈ પરમારને ગંભીર ઈજાઓ થતા તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. બસ મૂકી ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. રાણીપ પોલીસે બસચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. આ બીઆરટીએસ બસમાં બેઠેલા મુસાફરોએ ડ્રાઈવરને બસ ધીમે ચલાવવા બૂમો પાડી હતી. મુસાફરોની બૂમાબૂમને પણ ચાલકે નજરઅંદાજ
કરી હતી.