• Gujarati News
  • વિહિ‌પની ગૌગ્રાસ, ગૌબેંક યોજના શરૂ

વિહિ‌પની ગૌગ્રાસ, ગૌબેંક યોજના શરૂ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
વિશ્વ હિંદુ પરિષદ ((વિહિ‌પ)) દ્વારા અમદાવાદ, વડોદરા અને રાજકોટ ખાતે રવિવારના રોજ ગોપાષ્ટમી નિમિત્તે ગૌઉત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિહિ‌પ દ્વારા ગૌપૂજા કરીને ગૌગ્રાસ, ગૌબેંક અને જી બી કનેક્ટ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
વિહિ‌પના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ ડો.પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું કે વિહિ‌પ દ્વારા અમદાવાદ, વડોદરા અને રાજકોટ ખાતે રવિવારે ગોપાષ્ટમી નિમિત્તે ગૌઉત્સવની ઉજવણી કરાઈ હતી. ગાય આપણું આરોગ્ય, સૌન્દર્ય, ખેતી, સમૃદ્ધિ અને ધર્મનો આધાર છે જેથી ગાયનાં પંચગવ્યમાંથી શેમ્પૂ, ફેસ વોશ, સાબુ તેમજ અગરબત્તી બનાવી મહિ‌લાઓ રોજગાર મેળવી સ્વાવલંબી બને તે હેતુથી ત્રણ યોજનાઓનો પ્રારંભ કર્યો છે.આ ઉપરાંત ડો.તોગડિયાએ ગોપાષ્ટમીમાં હાજર વિહિ‌પના કાર્યકર્તા તેમજ અન્ય લોકોને ગૌસેવાનો સંકલ્પ પણ લેવડાવ્યો હતો.