• Gujarati News
  • અમદાવાદના ટફઉજ ઓફિસરની પૂછપરછ કરાઈ

અમદાવાદના ટફઉજ ઓફિસરની પૂછપરછ કરાઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
નેશનલ સ્પોટ એક્સચેન્જ લિ.((એનએસઈએલ))ના કથિત કૌભાંડની તપાસ કરી રહેલી સીઆઈડી ક્રાઈમે હવે એનએસઈએલના અધિકારીઓની પૂછપરછ કરી તપાસનો દોર શરૂ કર્યો છે જેના ભાગરૂપે સૌ પ્રથમ એનએસઈએલના અમદાવાદના બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસરની પૂછપરછ કરી તેમનું નિવેદન લેવાયું હતું. જોકે, સમગ્ર કથિત કૌભાંડમાં પોતે કંઈ જાણતા નહીં હોવાની કેફિયત આ ઓફિસરે આપી હોવાનું જાણવા મળ્યું છે. આ કેસમાં તપાસ સંભાળ્યા બાદ સીઆઈડીએ મુંબઈ ખાતેથી એનએસઈએલની ઓફિસમાંથી કેટલાક મહત્ત્વના દસ્તાવેજો કબજે કર્યા હતા. સીઆઈડી ક્રાઈમના સૂત્રોના કહેવા પ્રમાણે અમદાવાદમાં એનએસઈએલના બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસરની પૂછપરછ કરાઈ છે.