• Gujarati News
  • ગુજ.યુનિ.ની ૩૦૦ કોલેજોના વહીવટી સ્ટાફનું વેકેશન પૂર્ણ

ગુજ.યુનિ.ની ૩૦૦ કોલેજોના વહીવટી સ્ટાફનું વેકેશન પૂર્ણ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
ગુજરાત યુનિવર્સિ‌ટી સાથે સંકળાયેલ સાયન્સ, કોમ‌ર્સ, આ‌ર્ટસ સહિ‌તની વિવિધ વિદ્યાશાખાની આશરે ૩૦૦થી વધુ સ્નાતક કક્ષાની કોલેજો, અનુસ્નાતક ભવનો તેમજ મુખ્ય ટાવરમાં ફરજ બજાવતા વહીવટી અધિકારીઓ- કર્મચારીઓનું દિવાળી વેકેશન ૧૦ નવેમ્બર, રવિવારના રોજ પૂર્ણ થઈ રહ્યું છે, જેના કારણે ૧૧ નવેમ્બર, સોમવારથી તમામ શૈક્ષણિક ભવનોમાં ફરજ બજાવતા વહીવટી કર્મચારીઓ ઓન ડયુટી પર લાગશે.
ગુજરાત યુનિ.ના એકેડેમિક કેલેન્ડર અનુસાર સ્નાતક- અનુસ્નાતક કક્ષાની કોલેજો, મુખ્ય ટાવરમાં કાર્યરત વહીવટી વિભાગનું દિવાળીનું વેકેશન ત્રીજી નવેમ્બરથી ૧૦મી નવેમ્બર
સુધી હતું.