• Gujarati News
  • @રોમિંગ ફ્રીથી સામાન્ય માનવી પર બોજ વધશે

@રોમિંગ ફ્રીથી સામાન્ય માનવી પર બોજ વધશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ નેટવર્ક. ચંદીગઢ
કેન્દ્રીય ટેલિકોમ મંત્રી કપિલ સિબ્બલે કહ્યું છે કે દેશમાં મોબાઈલ સર્વિ‌સનું રોમિંગ ફ્રી થવું અશક્ય નથી. શનિવારે અહીં સેન્ટ જ્હોન્સ સ્કૂલ((સેક્ટર-૨૬))માં પ્રથમ બેચની ગોલ્ડન જ્યુબિલીના કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા.
સિબ્બલે કહ્યું કે મંત્રાલય વતી આ દરખાસ્ત ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી((ટ્રાઈ))ને મોકલી દેવાઈ હતી, પરંતુ ટ્રાઈનું કહેવું હતું કે રોમિંગનો ઉપયોગ એલીટ ક્લાસ’ કરે છે. ફ્રી રોમિંગની સ્થિતિમાં આમ આદમી પર બોજ વધશે. તેમ કરવાને બદલે અમે ટેલિકોમ કંપનીઓને કહ્યું છે કે તેઓ કોઈ પેકેજ રજૂ કરે, જે અંતર્ગત રોમિંગ ફ્રી થઈ જાય.