• Gujarati News
  • સબસિડાઇઝ્ડ યુરિયા વાપરતાં ૧૦ એકમ ઝડપાયાં

સબસિડાઇઝ્ડ યુરિયા વાપરતાં ૧૦ એકમ ઝડપાયાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . ગાંધીનગર
ઇન્ડસ્ટ્રિયલ ગ્રેડના યુરિયાના બદલે ઔદ્યોગિક એકમો દ્વારા સબસિડાઇઝ્ડ ખાતરનો ઉપયોગ કરવાના દસ કિસ્સા છેલ્લાં ત્રણ વર્ષમાં સરકારના ધ્યાને આવ્યા છે. વિધાનસભાના છેલ્લા સત્રમાં અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણી દ્વારા પુછાયેલા પ્રશ્નના ઉત્તરમાં સરકારે સ્વીકાર્યું હતું કે, આવા ૧૦ કિસ્સા પકડાયા છે. ખાતરના જથ્થાની ખરીદીની વિગતો પણ ઔદ્યોગિક એકમો દ્વારા આપવામાં આવતી નહીં હોવાથી તેમની સામે પોલીસ કેસ કરાયા છે. સબસિડાઇઝ્ડ યુરિયાના ઉપયોગ બદલ ૯ એકમો સામે એફઆઇઆર દાખલ કરાઈ છે જ્યારે એક એકમ સામે પ્રોસિક્યુશન શરૂ કરાઈ છે.