• Gujarati News
  • સ્વજનોથી દૂર શણગાર સહિ‌ત ઘરમાં જ કેદ

સ્વજનોથી દૂર શણગાર સહિ‌ત ઘરમાં જ કેદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોઇન ખાં.અલ્હાબાદ
પ્રીતમનગર. ભૂતપુર્વ આઇજી દેવેન્દ્ર કિશોર પાંડાનું નિવાસસ્થાન. તેઓ ઘેર અને કાર્યાલયમાં પણ સ્ત્રીશણગારમાં નાચતા ગાવા લાગતાં પ્રકાશમાં આવ્યા હતા.સરકારે વાંધો લીધો તો રાજીનામુ આપ્યું. પત્નીબિના અનેબે પુત્રો સાથે સંબંધ કાપી નાખ્યો.હવે પોતાના રંગમાં જ રહે છે. માથા પર બિંદીયા ,મહેંદી સજ્યા હાથ ,બંગડીથી સજેલા હાથ, પુરા સોળે શણગારે સલવાર કુર્તામાં જોવા મળે છે. કૃષ્ણની ભક્તિમાં લીન રાધાનું રૂપ.પોતાની દુનિયામાં મસ્ત.ઘરના કામકાજ માટે પણ મહિ‌લાઓને રાખી છે.તેઓ કહે છે કે તેમને બહારની દુનિયાના લોકો સમજી નહીં શકે. વાંસળીવાળો જ તેમને ઓળખે છે. પાંડા ભલે બધાથી દુર થઇ ગયાહોય પરંતુ તેમનું આકર્ષણ કાયમ છે. ઘર બહાર હમેશા દશ વીસ લોકોનો જમાવડો હોય છે. પહેલેથી જાણતા હોય તે પુરૂષો જ તેમને મળી શકે છે. અને તે
પણ ત્યારે કે જ્યારે તેઓ પુરા પરદામાં હોય.