• Gujarati News
  • શીલજમાં બાળકી પર યુવકે દુષ્કર્મ કર્યુંખેતરમાંથી રસ્તો બતાવવાના બહાને લઈ જઈ કુકર્મ આચર્યું

શીલજમાં બાળકી પર યુવકે દુષ્કર્મ કર્યુંખેતરમાંથી રસ્તો બતાવવાના બહાને લઈ જઈ કુકર્મ આચર્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ.અમદાવાદ
શીલજ ગામની સીમમાં ખેતર રસ્તો બતાવવાના બહાને ૭ વર્ષી‍ય બાળકી પર યુવકે દુષ્કર્મ ગુર્જાયો હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી જવા પામી છે.શુક્રવારે બપોરે કિશોરી પોતાનાથી નાના ભાઈ અને બહેન સાથે ગામની સીમમાં કુદરતી હાજતે ગઈ હતી. દરમિયાન યુવકે કિશોરીને ફોસલાવી ખેતરમાંથી રસ્તો ક્યાં જાય છે તે બતાવવા આવવાનાં બહાને દૂર લઈ જઈ તેના પર દુષ્કર્મ કર્યુ હતું. આ ઘટના બાદ ગામના લોકો ભેગા થઈ જઈ યુવકને ઝડપી પાડી બોપલ પોલીસને હવાલે કર્યો હતો.
શીલજ ગામમાં રમેશભાઈ ((નામ બદલ્યું છે)) પોતાના ભાઈ અને ત્રણ સંતાનો સાથે રહે છે. શુક્રવારે બપોરે ૧:૨પ વાગે રમેશભાઈની ૭ વર્ષી‍ય દીકરી પોતાના નાના ભાઈ બહેન સાથે ગામની સીમમાં કુદરતી હાજતે ગઈ હતી. દરમિયાન ખેતરમાં રખડતાં ૧૯ વર્ષી‍ય લક્ષ્મણ ઠાકોરે ૭ વર્ષની કિશોરીને જોતાં તેને પાસે બોલાવી ખેતરમાંથી નીકળતાં રસ્તાં અંગે પૂછી તેને થોડે દૂર લઈ જઈ તેના પર દુષ્કર્મ ગુર્જાયુ હતું. આ ઘટના અંગે રમેશભાઈ અને ગામલોકોને ખબર પડતાં તેમને આ અંગે બોપલ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી. બોપલ પોલીસમાં ભોગ બનનારી કિશોરીના પિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી યુવક લક્ષ્મણ ઠાકોરની ધરપકડ કરી તેના વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધ્યો હતો.