• Gujarati News
  • દેશને સંકટમાંથી ઉગારવા ગુજરાત પર જવાબદારી : મોદી

દેશને સંકટમાંથી ઉગારવા ગુજરાત પર જવાબદારી : મોદી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . ગાંધીનગર
ભાજપ દ્વારા ગુજરાતના ૨૬ લોકસભા મત વિસ્તારોમાં સ્નેહમિલન સંમેલન યોજવાના પ્રથમ ચરણમાં શનિવારે છ વિસ્તારોમાં યોજાયેલા વિજય વિશ્વાસ સંમેલનમાં પોતાના નિવાસ સ્થાનેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કાર્યકરોને સંબોધતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, દેશના દરેક વિસ્તારની જનતામાં ભાજપ માટે આશા અને વિશ્વાસ જાગ્યો છે. દેશને સંકટમાંથી બચાવી શકે તો તે ભાજપ જ છે અને ગુજરાતે સવિશેષ જવાબદારી સાથે વિજય વાવટો ફરકાવવાનો સંકલ્પ લઇને સંગઠનની પૂરી તાકાત બતાવવાની છે. ગુજરાતની જનતાએ ૧૨ વર્ષથી ભાજપ ઉપર પ્રેમ વરસાવ્યો છે અને લાખો કાર્યકર્તાઓએ વિજય વાવટો ફરકાવ્યો છે. હવે ૨૦૦ દિવસ સુધી આપણી કસોટી છે. કારણ કે, આ ચૂંટણી રાષ્ટ્ર નિર્માણની અને લોકતંત્રને મજબૂત બનાવનારી બનવાની છે.