• Gujarati News
  • ગુજ.યુનિ. પો.સ્ટે.ના ડફકની પિસ્તોલમાંથી અકસ્માતે ફાયિંરગ

ગુજ.યુનિ. પો.સ્ટે.ના ડફકની પિસ્તોલમાંથી અકસ્માતે ફાયિંરગ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
ગુજરાત યુનિવર્સિ‌ટી પોલીસમથકમાં ફરજ બજાવતા પીએસઆઈ સુધીરસિંહ પરમારની સર્વિ‌સ રિવોલ્વરમાંથી અકસ્માતે ફાયરિંગ થતા પોલીસ કર્મચારીઓના જીવ તાળવે ચોંટયા હતા. શુક્રવારે રાત્રે પીએસઆઈ પરમાર ઈન્વે ટેબલ પર પોતાની ડયૂટી કરી રહ્યા હતા. પોતાની સર્વિ‌સ રિવોલ્વરની મેગઝિન સાફ કરતા હતા ત્યારબાદ લોડ કરેલી મેગઝિન રિવોલ્વરમાં નાખી ત્યારે અકસ્માતે ટ્રીગર દબાઈ જતાં ગોળી છૂટી હતી. સદભાગ્યે આ ગોળી કોઈ કર્મચારીને નહીં બલ્કે ટેબલમાં ઘૂસી ગઈ હતી. ગોળીના અવાજથી અન્ય પોલીસ કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ કરાયા બાદ આ અંગે યુનિવર્સિ‌ટી પોલીસમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરાઈ હતી. ઝોન-૧ ડીસીપી વિરેન્દ્રસિંહ યાદવે કહ્યું હતું કે, એફએસએલને પણ તપાસ માટે બોલાવાઈ હતી અને રિવોલ્વર કબજે લેવાઈ હતી.