• Gujarati News
  • આવકોના પ્રેશરે કપાસિયા તેલમાં સતત તૂટતા ભાવ

આવકોના પ્રેશરે કપાસિયા તેલમાં સતત તૂટતા ભાવ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . રાજકોટ
આજે સપ્તાહના છેલ્લા દિવસે સિંગતેલ અને કપાસિયા તેલમાં નરમાઇતરફી ચાલ જોવા મળી હતી. સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસની ચિક્કાર આવકની સામે મુહૂર્તમાં સારા કામ થયા હોવાથી અત્યારે ડિમાન્ડ મર્યાદિત રહેતા સિંગતેલમાં રૂ.૧પ અને કપાસિયા તેલમાં રૂ.૧૦નો ભાવઘટાડો થયો હતો. સિંગતેલ લુઝ રૂ.૮૨પ-૮૩૦, તેલિયા રૂ.૧૨૮પ-૧૨૮૬ અને નવા ટીન ૧પ કિલો રૂ.૧પ ઘટી રૂ.૧૪૯પ-૧પ૦૦ના સ્તરે હતા. કપાસિયા વોશ રૂ.૮ ઘટી રૂ.૬૩૨-૬૩પ, કપાસિયા ટીન રૂ.૧૦ ઘટી રૂ.૧૧પ૦-૧૧૬૦ અને પામોલિન રૂ.૯૮પ-૯૯૦ના મથાળે હતું. સૌરાષ્ટ્રમાં મગફળીની ધૂમ આવક વચ્ચે રાજકોટ ખાતે મગફળીના રૂ.૭૭પ-૮૭પ અને જામનગર ખાતે મગફળીના રૂ.૬૦૦-૮૪૦ના ભાવ જોવા મળ્યા હતા.
આજે રૂ બજારમાં સુસ્ત મોરલ વચ્ચે સુસ્તી જોવાઇ હતી. ખેડૂતોની આ મથાળે વેચવાલી ઓછી છે. ખેડૂતો નીચા ભાવે કપાસ વેચવા તૈયાર નથી બીજી તરફ લેવાલી પણ સામાન્ય છે. રૂ.૪૦,૩૦૦-૪૦,પ૦૦ના ભાવે રૂ બજાર સુસ્ત મોરલ વચ્ચે ટકેલું જોવાયું હતું. કપાસના ભાવ એકંદરે સ્થિર રહ્યા બાદ બપોર બાદ ઘટયા હતા. રાજકોટમાં ૨પ,૦૦૦-૨૬,૦૦૦ મણ આવક-ભાવ રૂ.૯૭૦-૧૦૧પ હતો. ગુજરાતમાં ૩૦,૦૦૦ ગાંસડી
અને દેશમાં ૯૦,૦૦૦-૯૨,૦૦૦ ગાંસડી આવક હતી.
કપાસિયા રૂ.૩૭૦-૩૭૮, કડી ખોળ રૂ.૯૧પ-૯૨પ અને લોકલ ખોળના રૂ.૮૧૦-૮૧પ થયા હતા. એરંડા વાયદો સતત બીજા દિવસે સાધારણ ઘટાડા સાથે બંધ આવ્યો હતો. સ્થાનિક એરંડા વાયદામાં કામકાજ મર્યાદિત છે. નવા સપ્તાહથી કામકાજ રાબેતા મુજબ ચાલુ થવાની ધારણા છે. આજે ગુજરાતમાં ૩૦,૦૦૦-૩પ,૦૦૦ ગુણી આવક-ભાવ રૂ.૬૯પ-૭૧૦ તેમજ સૌરાષ્ટ્રમાં ૨પ૦૦-૨૬૦૦ ગુણી આવક-ભાવ રૂ.૬પપ-૬૮૧ થયો હતો. રાજકોટ કોમોડિટી એક્સચેન્જ ખાતે એરંડા ડિસેમ્બર વાયદો રૂ.૮ ઘટી ૩૭૪૦ અને હાજર એરંડા રૂ.૩૪૭૭.પ૦ના સ્તરે હતા.