• Gujarati News
  • સોના અને ચાંદીમાં જળવાતો સાધારણ ઘટાડો

સોના અને ચાંદીમાં જળવાતો સાધારણ ઘટાડો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ .રાજકોટ
સપ્તાહના અંતે આંતરરાષ્ટ્રીય બજારમાં જોવાયેલી નરમાઇ અને જ્વેલરી અને સ્ટોકિસ્ટની સારી ખરીદી વચ્ચે ભારતીય બુલિયન બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં સાધારણ ઘટાડાની ચાલ હતી. સોનામાં રૂ.પ૦ અને ચાંદીમાં રૂ.૨૦૦ સુધીનો ભાવઘટાડો જોવાયો હતો. યુએસમાં જોબ્સ રિપો‌ર્ટ ધારણા કરતા સારો આવતા હેજ ફંડોની વેચવાલીને પગલે વિશ્વબજારમાં સોનું ઘટીને ૧૩૦૦ ડોલરથી નીચા ભાવે પહોંચ્યું હતું.
આજે સ્થાનિકમાં રાજકોટ ખાતે સોનું રૂ.પ૦ ઘટી રૂ.૩૧,૨પ૦, સોનું બિસ્કિટ રૂ.પ૦૦ ઘટી રૂ.૩,૧૨,પ૦૦ અને ચાંદી રૂ.૨૦૦ ઘટી રૂ.૪૮,૩૦૦ના ભાવે હતું. મુંબઇ ખાતે સોનું રૂ.૧૦ વધી રૂ.૩૦,૯૪૦ અને ચાંદી રૂ.૨૮૦ ઘટી રૂ.૪૯,પ૦૦ના મથાળે હતું. વિશ્વબજારમાં હાજરમાં સોનું ૧૨૮૮ ડોલર, ચાંદી ૨૧.પ૪ ડોલર અને પ્લેટિનમ ૧૪૪૬ ડોલર પ્રતિ ઔંશ થયું હતું. નાયમેક્સ ખાતે કોમેક્સ સોનું ૨૩.૯૦ ડોલર ઘટી ૧૨૮૪.૬૦ ડોલર અને ચાંદી ૩૪ સેન્ટ ઘટી ૨૧.૩૨ ડોલર પ્રતિ ઔંશ હતું. એવરેજ ભાવથી બજાર નીચે આવી ગઈ હોય આગામી દિવસોમાં પણ બજારમાં કરેક્શન આવી શકે છે. સોના તેમજ ચાંદીમાં બજારમાં હજુ ઘટાડાનો માહોલ જોવા મળે તેવું અનુમાન એનાલિસ્ટો દર્શાવે છે.