• Gujarati News
  • લાઇફ ઇન્સ્યોરન્સ માર્કેટમાં ~૩૭૦ લાખ કરોડનો ગેપૃચ્ ’

લાઇફ ઇન્સ્યોરન્સ માર્કેટમાં ~૩૭૦ લાખ કરોડનો ગેપૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
એશિયા પેસિફિકમાં મો‌ર્ટાલિટી પ્રોટેકશન ગેપમાં ચીન અને જાપાન પછી ભારત ત્રીજા ક્રમાંકે છે. ભારતમાં અંદાજે રૂ. ૩૭૦ લાખ કરોડનો ગેપ હોવાનો અંદાજ તાતા એઆઇએ લાઇફ ઇન્સ્યોરન્સના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ સચીન જોગલેકરે
જણાવ્યું હતું.
આ ગેપ વાર્ષિ‌ક ૧૩ ટકાના દરે વધી રહ્યો હોવાનો અંદાજ સ્વિસ રે એ પણ વ્યક્ત કર્યો છે.
ગુજરાતમાં ૯ બ્રાન્ચ, ૨૦૦૦થી વધુ એડવાઇઝ‌ર્સ અને ૧૩.પ ટકા માર્કેટ શેર ધરાવતી તાતા એઆઇએ લાઇફે પોતાની પ્રીમિયર એજન્સીને મજબૂત બનાવવા મહિ‌લા એડવાઇઝ‌ર્સની નિમણૂકને વેગ આપવાનું શરૂ કર્યાના ત્રણ માસમાં કુલ એડવાઇઝ‌ર્સમાં મહિ‌લાઓની સંખ્યા ૩પ/૩૬ ટકા હતી તે વધીને પ૧ ટકા થઇ ગઇ છે. આધુનિક રોકાણકારોને માત્ર લાઇફ ઇન્સ્યોરન્સ નહિ‌ બચત અને સલામતીના સોલ્યૂશન્સ આપી શકાય તે માટે પ્રીમિયર એજન્સી કાર્યક્રમ શરૂ કર્યો છે.
કંપનીએ ઇલાઇફ ઉપરાંત ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ્લિકેશન સ્ટોર બન્ને ઉપર ઇન્સ્યોરન્સ એપ્લિકેશનની એક શ્રેણી રજૂ કરી છે.