• Gujarati News
  • સ્વસ્થ રહેવા માટે સાડા સાત કલાકની ઊંઘ જરૂરી

સ્વસ્થ રહેવા માટે સાડા સાત કલાકની ઊંઘ જરૂરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તનાવના આ દોરમાં લોકો રાત્રે ઓછી ઉંઘ લઇ રહ્યા છે. ઘણા કારણો હોઇ શકે છે પરંતુ ઉંઘ લેવાનો સમય ઘટયો છે, તો સ્થૂળતા અને ડાયાબિટિસના દર્દીઓ વધ્યા છે. તેનો ઉંઘ સાથે કોઇ સંબંધ છે? સ્વસ્થ રહેવા માટે દર રોજ કેટલાક કલાકની ઉંઘ જરૂરી છે?
બ્રિટનમાં માઇકલ મોજલેએ ઉંઘ અંગે યુનિવર્સિ‌ટી ઓફ સરેજ સ્લીપ રિસર્ચ સેન્ટરમાં સંશોધન કય્ર્‍ાંુ. સંશોધનમાં જણાયું કે એક કલાક ઉંઘ વધારી દેવાથી શું અસર થાય છે. સંશોધનમાં ૬થી ૯ કલાકની ઉંઘ લેનારાઓને સામેલ કરવામાં આવ્યા હતા. તેમને બે ટીમમાં વહેંચવામાં આવ્યા હતા. એક ટીમને સાડા છ કલાક અને બીજી ટીમને સાડા સાત કલાકની ઉંઘ લેવાનું કહેવામાં આવ્યું હતું. એક સપ્તાહ પછી તેમના બ્લડ ટેસ્ટ લેવામાં આવ્યા હતા. હવે બન્નેને ઉંઘના સમયના આદાનપ્રદાન કરવાનું કહેવામાં આવ્યું. એટલે કે સાડા છ કલાકવાળી ટીમની એક કલાક વધારી દેવામાં આવી અને સાડા સાત કલાકવાળી ટીમની એક કલાક ઘટાડી દેવામાં આવી.
પ૦૦ જીન્સ પ્રભાવિત
ઓછી ઉંઘ લેવાની માનસિક કુશળતા પર અસર થાય છે. યુનિવર્સિ‌ટીના ડો. સાઇમન આર્ચર અને તેમની ટીમે શોધી કાઢયું કે ઓછી ઉંઘની અસર આપણા જીવન પણ થાય છે. આશરે પ૦૦ જિન પર અસર થાય છે. ઓછી ઉંઘ લેવાથી ઇમ્ફલેમેશન, ઇમ્યુન રિસ્પોન્સ, સ્ટ્રેસ, ડાયાબિટિસ અને કેન્સરના જોખમ સાથે જોડાયેલા જિન વધુ સક્રિય થઇ જાય છે. સાડા સાત કલાકની ઉંઘ લેવાથી તેનીથી ઉલટું થાય છે.
સ્મરણ શક્તિ ખત્મ થઇ શકે છે
સ્લીપ સેન્ટરના ડો. કેથરીના વુલ્ફ જણાવે છે કે ગાઢ ઉંઘ પણ જરૂરી છે. આ સમયગાળા દરમિયાન આપણું મગજ શો‌ર્ટ ટર્મ મેમરીને લોંગ ટર્મ મેમરી સ્ટોરેજમાં લઇ જાય છે. તેનાથી આગામી દિવસે આપણને શો‌ર્ટ ટર્મ મેમરીની સ્પેસ મળી જાય છે. ગાઢ ઉંઘ ન આવે તો આપણી યાદ રાખવાની શક્તિ ખત્મ થઇ જશે. ડો.કેથરીન મુજબ કેટલાક કલાકની ગાઢ ઉંઘ દરમિયાન રેપિડ આઇ મૂવમેન્ટ ((આરઇએમ)) સ્લીપ પણ થાય છે. તેમાં આપણું શરીર તો હલનચલન કરી શકતું નથી પરંતુ આંખો ભારે સ્પીડથી ફરતી રહે છે. આરઇએમ સ્લીપ દરમિયાન મગજમાં રહેલા તનાવ સાથે જોડાયેલું કેમિકલ નોરાડ્રેનાલિન બનવાનું બંધ થઇ જાય છે. એ વખતે આપણે બહુ શાંત હોઇએ છીએ. જ્યારે મગજ સમગ્ર દિવસના અનુભવોને રિપ્રોસેસ કરવામાં લાગેલું રહે છે. આરઇએમ સ્લીપ અડ્ધી રાત પછી હોય છે. દારૂનું સેવન પણ ઠીક નથી, કારણ કે તે આરઇએમ સ્લીપને ઘટાડે છે.



જો આપણે મોડી રાત સુધી જાગીએ તો આપણું મગજ આપણા બધા જ ઇમોશન્સ પર નિયંત્રણ કરી શકતું નથી અને આપણે બેચેની તેમ જ તનાવમાં આવી જઇએ છીએ.
તો આ સ્પષ્ટ છે કે તમે ઓછું ઉંઘી રહ્યો છો અને તેમાં થોડોક સમય પણ વધારી દો છો તો એ તમને સ્વસ્થ બનાવી શકે છે.