• Gujarati News
  • મગફળીની ટેકાના ભાવથી ખરીદી ગોંડલમાંથી

મગફળીની ટેકાના ભાવથી ખરીદી ગોંડલમાંથી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . રાજકોટ, અમદાવાદ
ગુજરાતમાં ચાલુ વરસે મગફળીનું રેકો‌ર્ડ‌ ૨૪-૨૬ લાખ ટનના ઉત્પાદનના અંદાજો સામે ભાવસપાટી ઘટવા લાગી છે ત્યારે ટેકાના ભાવથી ખરીદી માટે સરકાર આગળ આવી છે અને આજથી સૌરાષ્ટ્રના ગોંડલ સેન્ટર પરથી ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
સરકારે ટેકાના ભાવ મણ દીઠ રૂ.૮૦૦ નક્કી કર્યા છે જેની સામે અત્યારે બજારમાં ભાવસપાટી રૂ.૬૦૦ થી ૭૨પ આસપાસ ચાલે છે જેના કારણે તાત્કાલિક ધોરણે ખરીદીમાં સંસ્થાઓને પ્રવેશ કરવો
પડયો છે.
સૌરાષ્ટ્રમાં નિમાયેલા સેન્ટરોમાં આજે માત્ર ગોંડલમાંથી ૩પ કિલોની ભરતી મુજબ ૨૦૨ ગૂણીની ખરીદી રૂ.૮૦૦ના ભાવથી ખરીદ કરવામાં આવી છે. ગોંડલ સેન્ટર પર જ સરકારે ૧પ હજાર ટન મગફળીની ખરીદી કરવાનો ટાર્ગેટ મૂક્યો છે.
ગોંડલ ઉપરાંત જૂનાગઢ ખરીદ વેચાણ સંઘ દ્વારા અંદાજે પ૦ બોરી ખરીદી કરવામાં આવી હતી. ખેડૂતો પાસેથી પાણીપત્રકના નમૂના, રેવન્યુના દાખલા અથવા ૭/૧૨ના ઉતારાને આધારે ખરીદી કરવામાં આવી રહી છે. ખેડૂતો પાસેથી માલ ખરીદ કર્યાના ૮ દિવસમાં પેમેન્ટની ચુકવણી કરી દેવામાં આવશે.