• Gujarati News
  • લેહમાં ભારે ઠંડી, પારો માઇનસ ૪.૨ ડિગ્રી

લેહમાં ભારે ઠંડી, પારો માઇનસ ૪.૨ ડિગ્રી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લેહમાં ભારે ઠંડી, પારો માઇનસ ૪.૨ ડિગ્રી
શ્રીનગર : જમ્મુ અને કાશ્મીરના ગુલમર્ગ અને પહેલગામના પ્રખ્યાત રિસો‌ર્ટ્સ ખાતે નવેસરથી થયેલી હિ‌મવર્ષાને પગલે લદ્દાખ પ્રદેશમાં આવેલા લેહમાં પારો ગગડીને માઇનસ ૪.૨ ડિગ્રી સેલ્સિયસ થઇ ગયું છે. હિ‌મવર્ષાને કારણે પ્રદેશમાં ભારે ઠંડીનું મોજું ફરીવળ્યું છે. દરમિયાન, ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સત્તાવાળાઓએ હિ‌મપ્રપાતની ચેતવણી જારી કરી છે અને રાત્રિ દરમિયાન લોકોને બહાર નીકળવાનું સાહસ નહીં કરવા તેમ જ ઘરે જ રહેવાની સલાહ આપી છે.


જિલ્લામાં વાહનોની અવરજવર પણ મર્યાદિત કરી દેવામાં આવી છે.