• Gujarati News
  • પ્રતિ કલાક ૩૧પ કિ.મીનીૃચ્ ’ઝડપે પવન ફૂંકાયો

પ્રતિ કલાક ૩૧પ કિ.મીનીૃચ્/’ઝડપે પવન ફૂંકાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મનીલા : ફિલિપાઇન્સમાં શુક્રવારે આ વર્ષનું સૌથી તોફાની વાવાઝોડું ફૂંકાયું.તેમાં ચાર લોકો માર્યા ગયા. જ્યારે ૨૦ પ્રાંતના સાત લાખ લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા છે. મૃતકોની સંખ્યા વધી શકે છે. સુબુ શહેરની ૨પ લાખની વસતી સહિ‌ત અંદાજે એક કરોડ લોકો ખતરામાં છે. વાવાઝોડા દરમિયાન ૨પ૦થી ૩૧પ કિ.મી. પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાયો.
છ મીટર સુધી ઊંચા મોજાં ઉછળ્યાં
સમુદ્રમાં છ મીટર સુધી ઊંચાં મોજાં ઉછળ્યાં. મોજાં વસતી ધરાવતા વિસ્તારો તરફ ધસમસી રહ્યા હતાં.વિજ્ઞાનીઓ તેને સુપર સાયક્લોન કહે છે.તોફાનમાં સૌથી વધુ પ્રભાવ પર્યટકોની અવરજવર ધરાવતા સમાર અને લેયતે વિસ્તાર પર પડી છે.