• Gujarati News
  • શહેરમાં ઉત્તરભારતીયો દ્વારા ઊજવાયું છઠ્ઠ પૂજાનું પર્વ@ યુપી બિહારના વતનીઓ દ્વારા કલ્ચરલ ઇવેન્

શહેરમાં ઉત્તરભારતીયો દ્વારા ઊજવાયું છઠ્ઠ પૂજાનું પર્વ@ યુપી-બિહારના વતનીઓ દ્વારા કલ્ચરલ ઇવેન્ટ યોજાઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
શહેરમાં વસતા ઉત્તરભારતીયો દ્વારા શુક્રવારના રોજ છઠ્ઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસને સૂર્ય ષષ્ઠિ‌ તરીકે પણ ઊજવવામાં આવે છે. જેમાં સૂર્યદેવની ઉપાસના કરવામાં આવે છે. કેટલાક લોકો આ દિવસે વ્રત પણ રાખે છે. શુક્રવારના રોજ સાંજે પ.પ૭ ઢળતા સૂર્યને અધ્ર્ય આપ્યું હતું અને સાતમના દિવસે સવારે લોકોએ ૬.પ૦ કલાકે ઉગતા સૂર્યની પૂજા કરી વ્રત પૂર્ણ કય્ર્‍ાંુ હતું.
એક અંદાજ મુજબ અમદાવાદમાં આશરે ૭ લાખ પરિવારો જેટલા ઉત્તરભારતીય પરિવારો વસે છે. તેમના દ્વારા શહેરમાં દર વર્ષે સાબરમતી નદીના કિનારે અલગ અલગ ઘાટો પર છઠ્ઠ પૂજાનું આયોજન કરવામાં આવે છે.
માં જાનકી સેવા સમિતિના પ્રમુખ કનૈયાલાલ પાઠકના જણાવ્યાનુસાર, અમારા દ્વારા ઇન્દિરા બ્રિજના નીચે ષષ્ઠિ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ભાગ લેવા માટે લોકો બપોરથી આવવાના શરૂ થઇ ગયા હતા. હજારોની સંખ્યામાં લોકો હાજર રહેવાના હોઇ વિશાળ મંડપ તૈયાર કરવામાં આવ્યો છે. આ સાથે બિહારથી ડાન્સ‌ર્સ પણ બોલાવવામાં આવ્યા છે. સાથોસાથ કલ્ચરલ પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
દશામાના મંદિર પાસે હનુમાન કેમ્પ શાહીબાગ ખાતે પણ મોટાપાયે આ પર્વની ઉપાસનાનું આયોજન કરવામાં આવ્યું હતું. સુભાષબ્રિજ અને નદીના પટમાં મોટી સંખ્યામાં લોકો વસતા હોઇ ત્યાં તળાવનું પ્રતીક બનાવી પૂજા કરવામાં આવી હતી. આ પ્રસંગે પણ ભાવિક ભક્તો ખાસ્સો ધસારો જોવા મળ્યો હતો અને સૌ કોઈએ ભક્તિભાવ પૂર્વક આ પ્રસંગની ઉજવણી કરી હતી.