• Gujarati News
  • અમદાવાદના પોલીસબેડામાં ઊલટફેર, ૧પ ડકની બદલી

અમદાવાદના પોલીસબેડામાં ઊલટફેર, ૧પ ડકની બદલી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે શિવાનંદ ઝા એ ચાર્જ સંભાળ્યો તે પછી સૌ પ્રથમ વખત અમદાવાદ શહેર પોલીસદળમાં ૧પ પોલીસ ઈન્સ્પેકટરની સાગમટે બદલી કરવાના આદેશ કર્યો હતો. જેમાં સેટેલાઈટના બંન્ને પી.આઈનો પણ સમાવેશ થાય છે.
પોલીસ કમિશનર શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, શહેર પોલીસ વહીવટીતંત્રમાં મોટા ફેરફારો કરવાના છે જે પૈકીનો આ પ્રથમ ભાગ છે. જેના ભાગરૂપે પી.આઈ.ની બદલી કરવામાં આવી છે. ’ પોલીસ કમિશનર દ્વારા અપાયેલા આટલા સંકેત પણ આવનારા દિવસોમાં શહેરના પોલીસ બેડામાં આકાર પામનારા વ્યાપક ઉલટફેરના પૂરતા એંધાણ આપનારા હોવાની ચર્ચા થઈ રહી છે.
આંતરિક બદલી પામેલા પોલીસ ઈન્સ્પેક્ટરમાં સેટેલાઈટના સિનિયર પીઆઈ એ.એસ.પંડયા અને બી.એન.ચાવડાનો પણ સમાવેશ થાય છે. પંડયાના સ્થાને સેટેલાઈટના સીનીયર તરીકે ગાયકવાડ હવેલી પોલીસમથકના જે.એમ,પટેલના મૂકવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, ગઈકાલે ડીસીપી વિરેન્દ્રસિંહ યાદવે સેટેલાઈટ પોલીસમથકે સરપ્રાઈઝ ચેકીંગ કર્યુ હતુ. જેમાં ઘણી બેદરકારીવધ્યાને પડી હતી. એ પછી સેટેલાઈટના બંન્ને પી.આઈ.ની બદલી કરવામાં આવી હતી. આ ઘટનાએ ખાસ્સી ચકચાર ફેલાવી હતી.