માતાજીની મૂર્તિ‌

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
વસ્ત્રાપુરમાં બીએમડબ્લ્યૂ અકસ્માત કેસમાં પોલીસ સમક્ષ ખોટી સ્પષ્ટતા કરનારા આરોપી ડો.અમિત શાહને ત્રણ દિવસના રિમાન્ડ કઈ જોગવાઈ અનુસાર માગો છો તેમ જણાવવા કો‌ર્ટે પોલીસને કહ્યું હતું. કો‌ર્ટના આ આકરા વલણના પગલે તપાસ અધિકારીએ કો‌ર્ટ સમક્ષ એવો બચાવ કર્યો હતો કે, ઉપરી અધિકારીઓની સૂચના મુજબ રિમાન્ડ અરજી તૈયાર કરવામાં આવી હતી. બાદમાં તપાસ અધિકારીએ તેમના ત્રણ દિવસના રિમાન્ડ મેળવવાની અરજી પરત ખેંચી લીધી હતી.
ગયા વર્ષે ૨૪ ફ્ેબ્રુઆરીની રાત્રે બે બાઇકસવાર યુવકને અડફેટે લઈ નાસેલા વિસ્મય શાહની પોલીસ પાસે સ્પષ્ટતા ન કરનારા તેના પિતા ડો.અમિત શાહની વિધિવત્ ધરપકડ બાદ શુક્રવારે તેમને ત્રણ દિવસના રિમાન્ડ મેળવવા ફોજદારી કો‌ર્ટમાં રજૂ કરાયા હતા. રિમાન્ડ અરજીની સુનાવણી દરમિયાન કો‌ર્ટે તપાસ અધિકારીનો ઉધડો લઇ લીધો હતો. કો‌ર્ટે આ અધિકારીને પ્રશ્ન પૂછયો હતો કે, કઈ જોગવાઇ હેઠળ તમે ત્રણ દિવસના રિમાન્ડની માગ કરો છો તે જણાવો. રિમાન્ડ અરજીમાં જણાવેલી આઇપીસી ૨૧૨, ૧૭૭ અને ૧૭૬ પોલીસ અધિકારના ગુના છે. આરોપી પર પોલીસ અધિકારિતાનો ગુનો છે એટલે આરોપીને જામીન પર મુક્ત કરી શકાય છે. બીજી તરફ બીએમડબ્લ્યૂ કેસમાં વિસ્મય શાહને સાણંદના ફાર્મહાઉસમાં પિતા ડો. અમિત શાહે આચરેલો ગુનો પ્રસ્થાપિત કરવા સેટેલાઈટ પોલીસે શુક્રવારે ફાર્મહાઉસમાં તપાસ હાથ ધરી હતી. ગુરુવારે ધરપકડ કરાયેલા અમિત શાહને સાથે રાખી સેટેલાઈટ પોલીસે ફાર્મહાઉસના ચોકીદારનું નિવેદન પણ લીધું હતું.