• Gujarati News
  • @અમિત જેઠવાની હત્યાના મુખ્ય સૂત્રધાર હોવાની ઈઇકની રજૂઆત

@અમિત જેઠવાની હત્યાના મુખ્ય સૂત્રધાર હોવાની ઈઇકની રજૂઆત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ
આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યાના કેસમાં આરોપી અને જૂનાગઢના સાંસદ દીનુ બોઘા સોલંકીને વધુ તપાસ અર્થે ૧૧ નવેમ્બરે બપોરે ત્રણ વાગ્યા સુધી સીબીઆઈ કસ્ટડીમાં મોકલી આપવા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચ. જી. પંડયાએ હુકમ કર્યો છે. કો‌ર્ટે દીનુ સોલંકીના ૪ દિવસના રિમાન્ડ મંજૂર કરતા સીબીઆઈની રિમાન્ડ અરજી અંશત: ગ્રાહૃ•| રાખી હતી. કો‌ર્ટે નોંધ્યું હતું કે, કેસના હાલના રેકો‌ર્ડ‌ અને સાંયોગિક પુરાવાને ધ્યાને લેતા વધુ તપાસ માટે કસ્ટોડિયલ ઇન્ટરોગેશનની જરૂર છે. સીબીઆઈ તરફથી એડ્વોકેટ કુમાર રજતે રજૂઆત કરી હતી કે આ કેસમાં સોલંકીની સંડોવણીના પૂરતા પુરાવા સીબીઆઈ પાસે છે, પણ દીનુ સોલંકીએ આ ષડ્યંત્ર રચવા માટે વારંવાર મોબાઇલ બદલ્યા હતા, જે કબજે લેવાના બાકી છે. આ સિવાય અન્ય અમુક હકીકતો માત્ર તે જ જાણે છે એ અંગે પણ પૂછપરછ માટે રિમાન્ડની જરૂર છે. જોકે આ અરજીનો દીનુ સોલંકી તરફથી વિરોધ કરાયો હતો. તેમના વકીલ મિતેષ અમીન અને નિરૂપમ નાણાવટીએ રજૂઆત કરી હતી કે, સીબીઆઈ દીનુ સોલંકીને ખોટી રીતે સંડોવીને તેમની રાજકીય કારકિર્દી‍ અને પ્રતિષ્ઠાને ડહોળવાનો પ્રયાસ કરી રહી છે.