• Gujarati News
  • શહેરમાં વિકાસના કામોમાં પૂર્વ વિસ્તાર સાથે ભેદભાવ

શહેરમાં વિકાસના કામોમાં પૂર્વ વિસ્તાર સાથે ભેદભાવ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ
મ્યુનિ.ર્કોપોરેશન દ્વારા થતાં વિકાસના કામોમાં શહેરના પ‌શ્ચિ‌મ વિસ્તારોને વિશેષ મત્ત્વ આપવામાં આવે છે જ્યારે પૂર્વ વિસ્તારોને જાણીજોઇને અન્યાય કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. કોંગ્રેસના ર્કોપોરેટર અતુલ પટેલે જણાવ્યું કે, શહેરના પ‌શ્ચિ‌મ વિસ્તારમાં હાલમાં ગુજરાત કોલેજવાળો બ્રિજ બન્યો, અંધજન મંડળ ચાર રસ્તા ઉપર બ્રિજ બની રહ્યો છે જ્યારે શ્યામલ અને હેલમેટ સર્કલ ઉપર કરોડોના ખર્ચે બ્રિજ બાંધવાનું આયોજન છે જ્યારે તેનાથી વિપરીત અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા હોય તેવા સર્કલો ઉપર બ્રિજના કામોને મંજૂરી અપાતી નથી. આમ પૂર્વના નાગરિકોને મ્યુનિ.ના સત્તાધીશો ભેદભાવ કરીને અન્યાય કરી રહ્યાં છે.’
અમદાવાદ મ્યુનિ.કમિશનર ગુરુપ્રસાદ મહાપાત્રાને પત્ર લખીને રામોલ-હાથીજણના ર્કોપોરેટર અતુલ પટેલે રોષ વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, વિંઝોલ ગામથી વટવા જીઆઇડીસી ગરનાળું ચોમાસામાં કેમિકલ્સ પાણીના કારણે ખવાઇ જતાં બેસી ગયેલ છે જે મંજૂર થયું છે પણ કામગીરી ઝડપી થતી નથી. ઘોડાસર રેલવે ક્રોસિંગથી વટવા જીઆઇડીસી તરફ જતો રસ્તા ઉપરનું રેલવે ક્રોસિંગ મોટે ભાગે બંધ રહે છે જેના કારણે વાહનચાલકોને કલાકો સુધી ટ્રાફિકમાં અટવાઇ રહેવું પડે છે અહીં ફ્લાય ઓવર બ્રિજની જરૂરિયાત છે છતાં સત્તાધીશો વારંવારની માંગણી છતાં ધ્યાને લેતા નથી. ડાકોરનો ભક્તિ માર્ગ બિસમાર હાલતમાં છે જેને રિપેરનું કામ થતું નથી. હાથીજણ અને વિવેકાનંદનગર વચ્ચે આવેલી ખારી નદી ઉપર કોઝ વે બ્રિજ છે જે ચોમાસામાં નદીમાં પાણીનું સ્તર વધતાં રસ્તો બંધ થઇ ગયો હતો. આ ટીપી રોડ બે વર્ષથી ૧૮ મીટરનો થઇ ગયેલો છે પણ તે માટે રસ્તો પહોળો કરાયો નથી તે કામ તાકીદે કરવું જોઇએ.’