• Gujarati News
  • સાત શહેરોમાં લઘુતમ તાપમાન ૨૦ ડિગ્રીથી ઓછું

સાત શહેરોમાં લઘુતમ તાપમાન ૨૦ ડિગ્રીથી ઓછું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
રાજ્યનાં વાતાવરણમાં નીચલા લેવલે પ્રર્વતતા ઉત્તરીય પવનોને પગલે સાત શહેરોનું લઘુતમ તાપમાન ૨૦ ડિગ્રીથી ઓછું નોંધાયું હતું, જેને લીધે લોકોએ ઠંડીના ચમકારાનો અનુભવ કર્યો હતો. રાજ્યનાં વલસાડ અને નલિયામાં ૧૭.૬ ડિગ્રી સેલ્સિયસ સૌથી ઓછું લઘુતમ તાપમાન નોંધાયું હતું.
રાજ્યમાં શિયાળાની ઠંડકનો લોકો અનુભવ કરી રહ્યાં છે, તેમાંય ગુરુવારે રાજ્યનાં સાત શહેરોનું લઘુતમ તાપમાન ૨૦ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. જેમાં રાજ્યનાં વલસાડ અને નલિયામાં ૧૭.૬ ડિગ્રી સેલ્સિયસ લઘતમ તાપમાન નોંધાતાં સૌથી ઠંડા શહેર સાબિત થયાં હતા. જ્યારે ગુરુવારે અમદાવાદમાં દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ૧ ડિગ્રી ઘટીને ૩૩.પ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૩ ડિગ્રી વધીને ૨૦.૨ ડિગ્રી નોંધાયું હતું.