• Gujarati News
  • ટઠ ઇવેન્ટમાં અંબાણી, પ્રિન્સ ચાલ્‌ર્સ હાજર રહેશે

ટઠ ઇવેન્ટમાં અંબાણી, પ્રિન્સ ચાલ્‌ર્સ હાજર રહેશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
મુંબઇ ખાતે તા. ૯મી નવેમ્બરના રોજ બ્રિટિશ એશિયન ટ્રસ્ટ એડવાઇઝરી કાઉન્સિલના લોન્ચિંગ પ્રસંગે યોજાનારા ડિનરમાં પ્રિન્સ ચાલ્‌ર્સ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી હાજરી આપશે. આ પ્રસંગે ત્રણ ચેરિટી ટ્રસ્ટોને તેમની કામગીરી માટે એવો‌ર્ડ‌ એનાયત પણ કરાશે. જેમાં આંગન- પ્રોજેક્ટ શક્તિ, એજ્યુકેટ ગલ્‌ર્સ, મન દેશીનો સમાવેશ થાય છે. જેઓ યુવતીઓ અને મહિ‌લાઓના ઉત્થાન માટે બાંગ્લાદેશ, ભારત, પાકિસ્તાન અને શ્રીલંકામાં કામગીરી કરી રહ્યા છે. ટ્રસ્ટની ઇન્ડિયા એડવાઇઝરી કાઉન્સિલના વડા તરીકે મુકેશ અંબાણીની નિયુક્તિ પિ‌્રન્સ ઓફ વેલ્સ દ્વારા આ વર્ષની શરૂઆતમાં વિન્ડસર કેસલ ખાતે કરવામાં આવેલી છે. ઇન્ડિયા એડવાઇઝરી કાઉન્સિલના અન્ય સભ્યોમાં એપોલો ટાય‌ર્સના નીરજ કન્વર, ટીસીએસના એસ. રામાદોરાઇ, પ્રખ્યાત ધારાશાસ્ત્રી હરીશ સાલ્વે, ફિક્કીના વડા નૈના લાલ-કિડવાઇ, બાયોકોનના ચેરમેન કિરન મજમૂદાર શો અને જીએએસના રણજીત બારઠાકુરનો સમાવેશ થાય છે. રોયલ હાઇનેસીસ પ્રિન્સ ઓફ વેલ્સ અને ડચીસ ઓફ ર્કોનવોલ ભારતની નવ દિવસની મુલાકાતે આવી રહ્યા છે. અંબાણીએ જણાવ્યું કે પ્રિન્સ ઓફ વેલ્સની મદદ વડે ભારતમાં સંખ્યાબંધ ચેરિટી પ્રવૃત્તિઓ ચાલી રહી છે અને તેના કારણે દક્ષિણ એશિયામાં સંખ્યાબંધ લોકોના સામાજિક અને આર્થિ‌ક જીવનધોરણમાં સુધારો થયો છે. બ્રિટિશ એશિયન ટ્રસ્ટની સ્થાપના ૨૦૦૭માં પ્રિન્સ ઓફ વેલ્સના સૂચનના આધારે બ્રિટિશ એશિયન બિ‌ઝનેસ લીડ‌ર્સના એક ગ્રૂપ દ્વારા કરવામાં આવી છે જે ભારત, પાકિસ્તાન અને શ્રીલંકામાં શિક્ષણ, આરોગ્ય અને જીવનધોરણ માટેની કલ્યાણકારી પ્રવૃત્તિઓ ચલાવે છે. આંગન પ્રોજેક્ટ શક્તિ બાળાઓને તેમના હક્કો અને આરોગ્ય-શિક્ષણ સેવાઓ પૂરી પાડે છે. જ્યારે એજ્યુકેટ ગલ્‌ર્સ રાજસ્થાનના ગ્રામિણ વિસ્તારોમાં કન્યાકેળવણી સુધારણા માટે પ્રયાસ કરે છે. મન દેશી ગ્રામિણ ભારતની મહિ‌લાઓને શિક્ષણ અને વ્યવસાય તાલીમ આપે છે.