• Gujarati News
  • ઇફઉ ટફઉના ડેરિવેટિવ્સ ટર્નઓવર ઘટયાં

ઇફઉ - ટફઉના ડેરિવેટિવ્સ ટર્નઓવર ઘટયાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીટીઆઇ. મુંબઇ
સપ્ટેમ્બરમાં મુંબઇ શેરબજાર ખાતે ઇક્વિટી ડેરિવેટિવ્સનું ટર્નઓવર ઓગસ્ટની સરખામણીમાં ઘટીને અડધું થઇ ગયું છે. આ ગાળા દરમિયાન બીએસઇનું ટર્નઓવર પ૦ ટકા ઘટીને ૪.૦૩ લાખ કરોડ અને એનએસઇનું ટર્નઓવર ૧૧.૩ ટકા ઘટીને ૩૩.૮૧ લાખ કરોડે પહોંચ્યું છે જે ઓગસ્ટ મહિ‌નામાં ૮,૩પ,૧૮૯ કરોડ નોંધાયું હતું.બીએસઇના આ સેગમેન્ટમાં ચાલુ નાણાકીય વરસના પહેલા છ મહિ‌નામાં સૌથી ખરાબ ઘટાડો રહ્યો છે.
ઓગસ્ટમાં ઘટાડા પૂર્વે ૧૪.૪ લાખ કરોડનું જુલાઇમાં રેકો‌ર્ડ‌ ટર્નઓવર નોંધાયું હતું.
બીએસઇની સાથે સાથે એનએસઇમાં પણ સપ્ટેમ્બરમાં ટર્નઓવર ૧૧.૩ ટકા સુધી ઘટી ગયું છે. સપ્ટેમ્બરમાં કુલ ૩૩.૮૧ લાખ કરોડ રહ્યું છે જે ઓગસ્ટ મહિ‌નામાં ૩૮.૧૩ લાખ કરોડ હતું. એનએસઇ ખાતે કોન્ટ્રાક્ટની સંખ્યા પણ ઓગસ્ટની તુલનાએ ૧૬.૪ ટકા ઘટીને ૧૧.૯ કરોડ રહી છે.