• Gujarati News
  • આયાતી ખાદ્યતેલોની ડયૂટીમાં વધારો કરવા માગૃચ્ ’

આયાતી ખાદ્યતેલોની ડયૂટીમાં વધારો કરવા માગૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશભરમાં ચાલુ વરસે રેકો‌ર્ડ‌ તેલીબિયાંનું ઉત્પાદન થશે તેવા સંકેતોથી આયાતી ખાદ્યતેલોની ડયૂટીમાં વધારો કરવાની માગ ઊઠી છે. દેશના ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે તે હેતુથી એક અલગ નોટ તૈયાર થઇ રહી છે. આગામી દિવસોમાં મળનારી કેબિનેટની બેઠકમાં ડયૂટી મુદ્દે ચર્ચા છેડાશે. ખાદ્યમંત્રાલયના એક અગ્રણી અધિકારીએ જણાવ્યું કે ક્રૂડ પામતેલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં ૯પ૧ ડોલર પ્રતિ ટન હોય ત્યારે આયાતી ડયૂટી ૨.પ%„, ૯૦૧થી ૯પ૦ ડોલર હોય ત્યારે પ ટકા, ૮પ૧થી ૯૦૦ ડોલર પર ૭.પ ટકા, ૮૦૧-૮પ૦ ડોલર પર ૧૦ ટકા, ૭પ૧થી ૮૦૦ ડોલર પર ૧પ ટકા અને ૭પ૦ ડોલરથી નીચા ભાવ પર ૧૭.પ ટકા આયાતી ડયૂટી લાગુ કરવાની ભલામણ કરાશે. ખેડૂતોની સાથે ઉદ્યોગોને પણ ધ્યાનમાં રાખીને આયાતી ડયૂટીને આંતરરાષ્ટ્રીય બજાર ભાવ સાથે જોડવામાં આવશે. રિફાઇન્ડ ખાદ્યતેલો પર અત્યારે ૭.પ ટકા આયાતી ડયૂટી છે.