• Gujarati News
  • અમેરિકામાં યુવતીએ બોયફ્રેન્ડને ટ્રક સાથે ઘસડયો

અમેરિકામાં યુવતીએ બોયફ્રેન્ડને ટ્રક સાથે ઘસડયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીટીઆઈ. વોશિંગ્ટન
અમેરિકામાં એક યુવતીને તેના બોયફ્રેન્ડે મનપસંદ રેસ્ટોરન્ટમાં જમવા ન લઈ જતા યુવતીએ ગુસ્સામાં આવીને તેના બોયફ્રેન્ડને ટ્રક સાથે ટક્કર મારી તેને ઘસડયો હતો. જોકે સદનસીબે આ ઘટનામાં યુવકનો જીવ બચી ગયો હતો.
પોલીસ અહેવાલ અનુસાર ટેન્નેસીમાં કિંગ્સપો‌ર્ટ ખાતે બુધવારે રાત્રે ૩૩ વર્ષીય યુવતી ક્રિસ્ટલ ગ્રીર બ્રૂક્સ અને તેનો બોયફ્રેન્ડ દારૂ પીધા બાદ જમવા માટે પીકઅપ ટ્રકમાં બેસીને નીકળ્યાં હતાં. બ્રૂકે તેને મેકડોનાલ્ડ્સમાં જવા કહ્યું પરંતુ તેના બોયફ્રેન્ડે પીકઅપ ટ્રક ન રોકતા બ્રૂક નારાજ થઈ ગઈ હતી. આ કારણે તેનો બોયફ્રેન્ડ નીચે ઉતરીને ફૂટપાથ પર ચાલવા લાગ્યો હતો. આ સમયે જ બ્રૂકે તેને ટ્રકથી ટક્કર મારતા તેનાં કપડાં ટ્રકમાં ફસાઈ જવાથી થોડે દૂર સુધી તે ઘસડાયો હતો. આ કારણે તેના હાથ અને પીઠનો ભાગ છોલાઈ ગયો હતો અને કપડાં ફાટી ગયાં હતાં. પોલીસે આ મામલે બ્રૂકની ધરપકડ કરી તેને સિટી જેલમાં મોકલી હતી. જોકે બીજી તરફ બ્રૂકે પોતાના પર લાગેલા આક્ષેપો નકારી કાઢયા હતા.

તેણે કહ્યું હતું કે તેનો બોયફ્રેન્ડ તુરંત હૂડ પર ચડી ગયો હતો માટે તેને સામાન્ય ઈજા થઈ છે. તેની ઈજા પરથી પણ સ્પષ્ટ થાય છે કે તેને ટ્રકથી ટક્કર મારી નથી. ઉલ્લેખનીય છે કે જે બોયફ્રેન્ડ પર બ્રૂકે હુમલો કર્યો તેનાથી તેને એક સંતાન પણ છે.