• Gujarati News
  • ૧૯૪૮માં નેહરુ કાશ્મીરમાં લશ્કર મોકલવાનું ટાળતા હતા : અડવાણી

૧૯૪૮માં નેહરુ કાશ્મીરમાં લશ્કર મોકલવાનું ટાળતા હતા : અડવાણી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજન્સી. નવી દિલ્હી
દેશના પ્રથમ ગૃહપ્રધાન સરદાર પટેલના વારસા અંગે રાજકારણ ચાલુ છે. ભાજપના નેતા એલ.કે. અડવાણીએ હવે નવું રહસ્ય ઉઘાડું પાડયું છે. તેમણે લખ્યું કે ૧૯૪૮માં કાશ્મીરમાં કબાઇલી પહોંચી ગયા હતા પરંતુ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ લશ્કર મોકલવાનો આદેશ આપવા માગતા ન હતા, ત્યારે પટેલ ભારે પડયા અને લશ્કરને કાશ્મીર મોકલવામાં આવ્યું.
અગાઉ, અડવાણીએ પાંચમી નવેમ્બરે કહ્યું હતું કે હૈદરાબાદમાં લશ્કર મોકલવાના મુદ્દા અંગે નેહરુએ પટેલને સંપૂર્ણપણે સાંપ્રદાયિક’ કહ્યું હતું. અડવાણીએ નવા બ્લોગમાં વરિષ્ઠ પત્રકાર પ્રેમશંકર ઝાના સેમ માનેક શૉ ((તત્કાલીન કર્નલ))ના ઇન્ટરવ્યૂનો હવાલો આપ્યો છે.
તેમણે લખ્યું, મહારાજા હરિસિંહે કાશ્મીરના ભારતમાં વિલય પર હસ્તાક્ષર કરી દીધા હતા. લો‌ર્ડ‌ માઉન્ટબેટને ત્યાર પછી કેબિનેટની બેઠક યોજી હતી. તેમાં નેહરુ, પટેલ અને સંરક્ષણ પ્રધાન બલદેવસિંહ ઉપસ્થિત હતા.’ અડવાણીએ લખ્યું, માનેક શૉ એ લશ્કરને કાશ્મીર મોકલવાની સલાહ આપી હતી. ત્યારે નેહરુએ સંયુક્ત રાષ્ટ્ર, રશિયા, આફ્રિકા, ઇશ્વર સહિ‌ત બધાનું નામ લીધું હતું પરંતુ સીધે-સીધા લશ્કર મોકલવા અંગે કશું બોલ્યા ન હતા ત્યારે પટેલ ભડકી ગયા હતા. તેમણે કહ્યું, જવાહર તમે કાશ્મીર ઇચ્છો છો કે નહીં?’ નેહરુ બોલ્યા, તેમાં કોઇ શંકા નથી. હું કાશ્મીર ઇચ્છું છું.’ ત્યારે પટેલે કહ્યું કૃપા કરીને આદેશ આપો.’ તેઓ કશું બોલે તે પહેલાં જ પટેલ માનેક શો તરફ વળ્યા અને તેમને કહ્યું કે હવે તમને આદેશ મળી ગયો છે.


તેના બીજા જ દિવસે ભારતીય લશ્કરને કાશ્મીર મોકલવામાં આવ્યું હતું.’