• Gujarati News
  • પાક. સાઉદીને પરમાણુ હથિયાર આપી શકે છે : ઇઝરાયલી સૈન્ય

પાક. સાઉદીને પરમાણુ હથિયાર આપી શકે છે : ઇઝરાયલી સૈન્ય

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજન્સી. રિયાધ
પાકિસ્તાન કોઇ પણ સમયે સાઉદી અરેબિયાને પરમાણુ હથિયાર આપી શકે છે. પાકિસ્તાનના પરમાણુ હથિયાર કાર્યક્રમ માટે સાઉદી અરેબિયાએ નાણાકીય મદદ કરી હતી. તેથી તે પાકિસ્તાન પાસેથી ઇચ્છે ત્યારે પરમાણુ બોમ્બ લઇ શકે છે. સાઉદી અરેબિયા પહેલેથી જ પાકિસ્તાનને નાણાં આપી ચૂક્યું છે. ઇરાન પરમાણુ હથિયાર બનાવી લે તે પછી સાઉદી અરેબિયા એક જ મહિ‌નામાં પાકિસ્તાન પાસેથી પરમાણુ હથિયાર મેળવીને તૈનાત કરી દેશે. ઇઝરાયલી સૈન્યના જાસૂસી વિભાગના વડા આમોસ યાલ્દિનના હવાલે આ અહેવાલ બીબીસીમાં અપાયો છે. સાઉદી અરેબિયાએ ૧૯૮૦ના દાયકામાં તેણે ચીન પાસેથી સંખ્યાબંધ સીએસએસ -૨ મિસાઇલ ખરીદ કરી હતી.
ભારતથી રક્ષણનું પાકિસ્તાનનું બહાનું
પાકિસ્તાન ભારત તરફથી હુમલાનો ભય હોવાનું બહાનું બતાવીને સાઉદી અરેબિયા અને ચીન પાસેથી સંરક્ષણ ઉપકરણો મેળવવા મદદ મેળવે છે.પાકિસ્તાને પરમાણુ શસ્ત્ર વહન કરી શકે તેવી અનેક મિસાઇલ્સ ચીન પાસેથી ખરીદ કરી છે.પાકિસ્તાનના વિજ્ઞાની અબ્દુલ કાદિર ખાન લિબિયા અને ઉત્તર કોરિયાને પરમાણુ બોમ્બની જાણકારી અને સંવર્ધિ‌ત યુરેનિયમ વેચવામાં સંડોવાયેલા હતા.