• Gujarati News
  • પ્રતિમા બનાવવા કરતા દિલોને જોડો : સિબ્બલ

પ્રતિમા બનાવવા કરતા દિલોને જોડો : સિબ્બલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજન્સી. નવી દિલ્હી
કેન્દ્રીય પ્રધાન કપિલ સિબ્બલે સરદાર પટેલની લોખંડની પ્રતિમા બનાવવાની નરેન્દ્ર મોદીની યોજના પર નિશાન સાધ્યું છે. નામ લીધા વગર સિબ્બલે જણાવ્યું કે માત્ર પ્રતિમા બનાવવાથી કશું થતું નથી. લોકોનાં દિલોને જોડવાની વાત કરવી જોઇએ.’
સિબ્બલે ભારતીય ઉદ્યોગ મહામંડળના કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યા પછી પત્રકારો સાથે વાતચીત કરી હતી. તેમણે મોદીનું નામ લીધા વગર જણાવ્યું દેશમાં આજકાલ મોટી-મોટી વાતો થઇ રહી છે. કેટલાક લોકો રાત-દિવસ સરકારની ટીકા કરતા રહે છે પરંતુ તેમની પાસે પોતાનું વિઝન ((દૃષ્ટિ)) શું છે? શું તેમની પાસે લોકોના સ્વાસ્થ્યની કોઇ નીતિ છે? શું તેમની પાસે શિક્ષણની કોઇ નીતિ છે.? આખરે તેમની પાસે દેશના ભવિષ્યની કઇ યોજનાઓ છે?

ટીકા કરવાનું તો બહુ સરળ છે. કોઇ પણ રાજકીય પક્ષ ભવિષ્યની વાત કરતો નથી.

બધા ભૂતકાળની વાતો કરે છે. વર્ષ ૨૦૨પમાં શું હશે? તેની વાત કોઇ કરતું નથી.’