• Gujarati News
  • મધ્યપ્રદેશમાં હવે મકાનનું ભાડું સરકાર નક્કી કરશે

મધ્યપ્રદેશમાં હવે મકાનનું ભાડું સરકાર નક્કી કરશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ નેટવર્ક. ભોપાલ
મધ્યપ્રદેશ સરકાર હવે મકાનનું ભાડું પણ નક્કી કરશે. એના માટે એક ટ્રિબ્યુનલની રચના કરવામાં આવશે. આ ટ્રિબ્યુનલ મકાનમાલિક અને ભાડુઆતના સંબંધો સુધારવાનું કામ કરશે. સાથે જ મકાનમાલિકને ભાડુઆત અને લોકોને ભાડાએ મકાન અપાવવામાં પણ મદદ કરશે. મધ્યપ્રદેશ પરિસર ભાડા અધિનિયમ ૨૦૧૨ હેઠળ બનાવેલા નવા નિયમોમાં આ જોગવાઇ છે. અત્યારે ભોપાલ અને ઇન્દોરમાં આવા ટ્રિબ્યુનલ બનાવાશે. ડિસેમ્બરમાં નવી સરકાર બન્યા પછી જ આ ટ્રિબ્યુનલ અસ્તિત્વમાં આવી જશે.
અત્યારે આ સ્થિતિ : મકાનમાલિક અને ભાડુઆત પોતાના સ્તરે કરાર કરે છે. શરતોની રૂપરેખા તૈયાર નથી. ભાડું વધારવા અંગે પણ કોઇ નિયંત્રણ નથી.


કોઇ વિવાદ થાય છે તો બન્ને પક્ષોએ કો‌ર્ટમાં જવું પડે છે.