• Gujarati News
  • મોટેરામાં દિવાળીના તહેવારો દરમિયાન પાંચ મકાનોમાં ચોરી

મોટેરામાં દિવાળીના તહેવારો દરમિયાન પાંચ મકાનોમાં ચોરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ
મોટેરાના સ્વાગત સ્ટેટ્સ -૨ બંગલા તેમજ પાસે આવેલા માધવ પ્લાઝા ફ્લેટમાં મળીને કુલ પ મકાનનાં એક સાથે તાળાં તૂટયાં હોવાની ફરિયાદ નોંધાતા ચાંદખેડા પોલીસ દોડતી થઈ ગઈ હતી. દિવાળીમાં બહાર ફરવા ગયેલા મનીષાબહેન રવિકાંત પરમાર સ્વાગત સ્ટેટ્સ -૨ નાં બંગલા નંબર એ-૧૦૨માં રહે છે. ગુરુવારે પરત આવેલા મનીષાબહેને ઘરનું તાળું જોતાં મકાનમાં તપાસ કરતાં સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ ૪પ હજાર મળી કુલ ૨.૭૪ લાખની મતા ચોરાઈ હોવાનું જણાયું હતું. આ ઉપરાંત તસ્કરોએ પાસે જ આવેલા માધવ પ્લાઝા ફ્લેટનાં ૪ મકાનોનાં તાળાં તોડયાં હતા. જેમાં ત્રણ મકાનોમાંથી રોકડ, મોબાઈલ તેમજ ચાંદીની ૬ વીંટીઓ સહિ‌ત ૯ હજારની મતા ચોરાઈ હતી. જે અંગે માધવ પ્લાઝા ફ્લેટમાં રહેતાં રામઅવતાર વર્માએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.